________________
[૪૭૮]
શ્રી કરવિજયજી ઉત્તમ મુનિ મહારાજ ભવજય પ્રાપ્ત થવાથી જ શુદ્ધ વ્યવહારમાં પ્રવર્તે છે અને તેમાં વધતાં વધતાં આત્મારામ-સમાધિમાં તેઓ જ નિમજજન કરે છે. અર્થાત્ વ્યવહારમાં આગળ વધ્યા પછી તેને આમસ્વરૂપના દર્શનમાં જ આનંદ આવે છે. તેને મેળવવાને જ તે પ્રયત્ન કરે છે અને તેની પ્રાપ્તિ થાય–આત્મસ્વરૂપ પ્રકટ થાય ત્યારે જ તે પોતાને કૃતકૃત્ય માને છે. ઉત્તમ મુનિ મહારાજનાં આ સર્વ કાર્યનું બીજ ભવઉદ્વેગ જ છે. જ્યારે ભવઉગ ઉત્પન્ન થયે ત્યારે જ તેમાંથી છૂટવા તેમણે પ્રયત્ન આદર્યો. અને તેને પારણામે આત્મસ્વરૂપ મેળવ્યું-કવરણથી વિમુક્ત થયા. એ પ્રમાણે સર્વજીએ આત્મસ્વરૂપ મેળવવા માટે પ્રથમ આ સંસારના ખરા સ્વરૂપને જાણી, તેમાં સર્વત્ર ભય, ભય ને ભય જ સંક્રાંત થયેલો છે એમ સમજી તેનાથી ઉદ્વિગ્ન ચિત્તવાળા થવાની જરૂર છે. જે તેનાથી ઉદ્વિગ્નતા પ્રાપ્ત થશે તે પછી જરૂર તેમાંથી છૂટવાને પ્રયત્ન કરાશે અને તેના પરિણામે પ્રાણું ઉત્તમ સાધ્યને સિદ્ધ કરાશે. ૮.
આ સંસાર ઉદ્વેગનું જ કારણ છે એ હકીકત આઠ લેકના વિવેચનમાં બહુ સારી રીતે સિદ્ધ કરી છે. સંસારમાં જે કાંઈ શાંતિ ઉપજે છે તે પૂર્વે બાંધેલા સાતા વેદનીય કર્મના ઉદયથી થયેલી હોય છે, પરંતુ તે લાંબો વખત ટકતી નથી, થોડા વખતમાં જ નાશ પામે છે. એમાં શાંતિ માનનારની ભૂલ તેને સ્થિર રહેવાની માનીને થાય છે. તે ન થવી જોઈએ. તેમાં એટલે સંસારમાં વાસ્તવિક શાંતિનું સ્થાન જ નથી. સર્વત્ર ઉદ્દેગ ઉપજે તેવા સ્થાને જ છે, આ રહસ્ય સમજવાલાયક છે.
કુંવરજી | [ જે. ધ. પ્ર. પુ. ૩૦, પૃ. ૧૩૫]