________________
[ ૪૭૬ ]
શ્રી કરવિજયજી અર્થાત્ સંસારી નિરંતર કામાગ્નિથી બળેલા-દાઝેલા જ રહે છે, તેને કામાગ્નિ કઈ રીતે શાંત પડતું જ નથી. વળી સંસારરૂપ સમુદ્રમાં રોગ, શોકાદિ ભયંકર જળજંતુઓ એટલા બધા રહેલા છે કે જે પ્રાણીઓને આખા ને આખા ગળી જાય છે, પોતાનું ભક્ષ કરી દે છે અર્થાત્ જીવ રોગશેકાદિથી વ્યાસ થઈ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. વળી દુબુદ્ધિ, મત્સર, દ્રોહ વિગેરે વિજળી સંયુક્ત માઠા પવને તેમાં ઘુઘવાટ કરી રહેલા છે, પ્રાણુ તે તે દેને આધીન વતી પિતાની ખરી સ્થિતિ ભૂલી જાય છે અને ઉન્માર્ગે પ્રવર્તે છે. એ સમુદ્રને વિષે પ્રવહણમાં બેઠેલા મનુષ્ય પણ નિરંતર ભયાકુળ જ રહે છે. તેને ઉત્પાત-સંકટમાં પડતાં વાર લાગતી નથી. આ પ્રમાણે સંસારરૂપ સમુદ્ર અર્થાત્ આ સંસાર વિષય, કષાય, અજ્ઞાન,
ગતૃષ્ણા, રોગ, શેક, વ્યસન, બુદ્ધિ, મત્સર અને હાદિક વડે પ્રાપ્ત હોવાથી અપરિમિત ભયંકર છતાં પણ આ પ્રાણી તેમાં એ આસક્ત–લીન થઈ ગયા છે કે તેને તેમાં કાંઈ પણ ભય લાગતો નથી–નિર્ભય થઈને તેમાં પડ્યો રહે છે. પરંતુ જ્યારે તે તેની અંદર રહેલા કોઈપણ પ્રકારના ઉત્પાતને ભેગી થઈ પડે છે ત્યારે જ તેના નેત્રો કાંઈક ઊઘડે છે, પરંતુ તે ઊઘડેલા નેત્રે પણ પુદ્ગલાનંદી જીના પાછા મીંચાઈ જતાં વાર લાગતી નથી. જે જીવો અલ્પસંસારી હાય, માર્ગાનુસારીપણું પામ્યા હોય, સમક્તિદષ્ટિ થયા હોય તેવા ખરેખરા ભવભીરુ જનેના નેત્રે જ પાછા મીંચાતા નથી. તે તે પૂરેપૂરાં સાવધાન થઈ જાય છે અને સંસારને ખરેખરા રૂપમાં ઓળખી તેમાંથી છૂટા થવા અહર્નિશ ચિંતવન કરે છે. તેમાંથી નીકળવાને ખરે માર્ગ શોધી કાઢે છે અને પછી તે