________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૭૫] બેઠેલ છે તે વહાણ કે સ્ટીમર જ્યારે તોફાનમાં સપડાય છે ત્યારે જ થઈ શકે છે. તેની ભયંકરતા કરતાં આ સંસારરૂપ સમુદ્રની ભયંકરતા અનેકગુણ-અનંતગુણ છે. આ સમુદ્ર તે બહુ હેરાન કરે તો એક વાર પોતાના ઉદરમાં આપણને ખેંચી જઈ એક વાર પ્રાણુવિનાશ કરે છે, પરંતુ સંસારરૂપ સમુદ્રમાં સપડાયેલા પ્રાણીઓને તો અનંતા જન્મમરણ કરતાં પણ અંત-પાર આવતું નથી. પ્રત્યક્ષ જણાતા સમુદ્રમાં દેખાતા ખડકે, પવને, તરંગો, અગ્નિ, જળજંતુઓ, ગજરવ, અંધકાર વિગેરેને સ્થાને સંસારરૂપ સમુદ્રમાં શું છે તે ઉપરના ચા૨ કલેકના અર્થમાં બતાવવામાં આવ્યું છે તે પણ ફરીને ટૂંકામાં જણાવવામાં આવે છે.
આ સંસારસમુદ્રનું વા જેવું કઠીન અજ્ઞાનમય તળિયું છે અર્થાત સંસાર અજ્ઞાનથી વ્યાપ્ત છે, તેમાં અનેક પ્રકારના વ્યસનો-કષ્ટરૂપ ખડક–પર્વત છે કે જેના વડે તેને માર્ગ વિષમ થઈ પડે છે અર્થાત્ સંસારની અંદર રહેલા અનેક પ્રકારના કષ્ટોથી પીડિત પ્રાણીઓ શુદ્ધ-સીધા માગે ગામનાગમન કરી શક્તા નથી. તેની અંદર વાંકેચક પણ સાધ્ય
સ્થાને–મોક્ષનગરે પહોંચાડે તેવો માર્ગ બતાવનાર પ્રવીણ કપ્તાનરૂપ ગુરુમહારાજાની ખાસ જરૂર છે, તે મળે તે જ પ્રાણું ધારેલા સ્થાને પહોંચી શકે છે, નહીં તો તેનું વહાણ કષ્ટારૂપે ખડકો સાથે અથડાઈ ભગ્ન થઈ જાય છે ને તે સંસારમાં રઝળે છે. વળી તેમાં તૃષ્ણારૂપ મહાપવનથી ભરેલા પાતાળકળશાઓ છે કે જેનાવડે વિષય, કષાયે ચિત્તમાં અનેક પ્રકારના સંક૯૫વિકલપ ઉત્પન્ન કરી પ્રાણને ભ્રમિત કરી દે છે. કામદેવરૂપ અગ્નિ તેમાં નિરંતર પ્રજવલિત છે અને તે રાગરૂપ ઈધનવડે દેદીપ્યમાન રહ્યા કરે છે.