________________
[૪૭૪]
શ્રી કપૂરવિજયજી તે આ સંસાર કે જેમાં ક્ષણિક–અલ્પકાલીન સુખ પ્રાપ્ત થવાથી આ પ્રાણી આસક્ત થઈ રહ્યો છે તે સંસાર કેવો દુઃખથી ભરેલો છે તે પ્રથમના ચાર કલેકમાં બતાવવામાં આવ્યું છે. તેની અંદર સંસારને સમુદ્રની ઉપમા આપવામાં આવી છે. આ પ્રત્યક્ષ દેખાતો સમુદ્ર પણ એટલે બધે ભયંકર છે કે જેની અંદર હજારો ઉતારૂઓવાળી વિરાટકાય સ્ટીમરો જોતજોતામાં ગરકાવ થઈ જાય છે, અને બીજા પણ અનેક પ્રકારના ઉત્પાતો પવનાદિકની પ્રેરણાથી થાય છે. સમુદ્રમાં પડેલા મનુષ્પાદિકને ભક્ષ કરી જનારા અનેક ક્રૂર જીજંતુઓ તેમાં રહેલા છે. પ્રવહણ કે સ્ટીમરાદિકને ભગ્ન કરી નાખનારા અનેક ખડકે આવેલા હોય છે. પાણીમાં ઢંકાઈને ફરતા બરફના પર્વતો મેટી મેટ સ્ટીમર સાથે અથડાઈ તેમાં ગાબડા પાડી દે છે અને તેને–તેની અંદર બેઠેલા ઉતારુઓને કરોડોની કિંમતના માલ સહિત તળીએ બેસાડી દે છે. સમુદ્રની અંદર અનેક જગ્યાએ એવા ભ્રમણે–વમળ હોય છે કે તેની અંદર જે વહાણ સપડાઈ જાય તો પછી તેમાંથી નીકળી જ શકતું નથી,
ત્યાં જ તેને વિનાશ થાય છે. સમુદ્રમાં એક જાતનો અગ્નિ (વડવાનલ) પણ ગુપ્તપણે રહેલો છે કે તે જ્યારે ઊઠે છેજાગે છે ત્યારે મોટા મોટા યાનપાત્રાને ભસ્મ કરી નાખે છે અને પુષ્કળ જળનું પણ શેષણ કરે છે. સમુદ્રની અંદર ઉછળતા તરંગે હાલના આટલાંટિક મહાસાગરની જેમ મોટાં મોટાં વહાણ ને સ્ટીમરને ઊંચે લઈ જઈને પાછી પછાડે છે. પવનવડે ભયંકર ગજરવ-ઘુઘવાટ તેમાં થયા કરે છે. કેટલીક વખત એવી આંધી થઈ જાય છે કે કઈ બાજુ વહાણ ચલાવવું તે પણ સમજી શકાતું નથી. આવી રીતે આ સમુદ્ર પણ એવો ભયંકર છે કે તેની ભયંકરતાનું ખરું ભાન પોતે જેમાં