________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૭૩] હળીમળી જાય છે, તેના મિત્ર થઈ જાય છે અને પરિણામે તેના હિતશત્રુ થઈને તેને દુર્ગતિએ પહોંચાડે છે અર્થાત્ અનેક પ્રકારનાં દુઃખ આપી અનંત કાળ ભવભ્રમણ કરાવે છે. પછી પ્રાણું માર્ગાનુસારી થયેલ હોવાથી તેમ જ સમકિત પામેલ હોવાથી ભાવસ્થિતિ વધારે ન હોવાને લીધે દોરાવાળી સોય જેમ કચરામાંથી પણ પાછી જડી આવે છે તેમ તે પ્રાણ પુન: ધર્મની સામગ્રી પામે છે, સમકિત મેળવે છે અને અર્ધપુદ્ધગળ પરાવર્તની અંદર મોક્ષસુખનું ભાજન થાય છે. ૭
આ પ્રમાણેના કર્મવિપાકને ચિંતવીને જે પ્રાણી તેમાં સામ્ય-સમભાવ ધારણ કરે છે–પ્રથમ કલેકમાં કહ્યા પ્રમાણે દુઃખ પામીને દીન થતા નથી અને સુખ પામીને વિસ્મયયુક્ત થતા નથી તે પ્રાણ પ્રાંતે ચિદાનંદઘન સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અર્થાત્ એવા પરમ સુખનું આસ્વાદન કરનાર–તેના મકરંદને ઉપગ લેનાર મધુકર-ભ્રમર થાય છે. ભવભીરુ ઉત્તમ જનોને આ સ્થિતિ પ્રાપ્તવ્ય છે અને તેને માટે જ સર્વ પ્રયાસ કરવા ગ્ય છે. ૮
કુંવરજી [જે. ધ. પ્ર. પુ. ૩૦, પૃ. ૧૦૩]
(૨૨) મવ–ડાષ્ટકમ્ વિવેચન–પ્રથમના ચાર લેકમાં ભવરૂપી-સંસારરૂપી સમુદ્રનું જ વ્યાખ્યાન કરેલું હોવાથી અને આ સંસાર તે જ કારણથી ઉદ્વેગના સ્થાનરૂપ સિદ્ધ થતો હોવાથી પ્રથમના ચાર લેકનું વિવેચન સાથે કરવામાં આવ્યું છે.