________________
[ ૪૭૨ ]
શ્રી કપૂરવિજયજી
કર્મની આવી અવાચ્ય પ્રબળતા છે, તેથી તેને સ્વાધીન કરવા માટે ઉત્તમ જીવે દરેક પ્રકારના પ્રયત્ન કરવા યેાગ્ય છે. ૫
આ જીવે ઘણા ભવાના પ્રયાસવડે કરીને આ ભવમાં પ્રાપ્ત થયેલી મનુષ્યભવાદિ અનેક પ્રકારની ઉત્તમ સામગ્રી મહામહેનતે મેળવેલી હાય છે; છતાં અલ્પકાળમાં તે વિસરાળ થઈ જાય છે, અહીં પડી રહે છે, છેવટ સુધી ટકી રહેતી નથી અને કર્મીના વિપાક તેા કાર્યસિદ્ધિ થતાં સુધી આ જીવની પાછળ ને પાછળ દોડ્યા જ કરે છે, તે થાકીને વિસામા લેતા જ નથી. જીવ વારંવાર થાકે છે એટલે તેની મેળવેલી સામગ્રી વિખરાઇ જાય છે અને તેની પાછળ પડેલ માહુરાજા તા થાકતા જ નથી એટલે જીવને એકલેા પડેલે-ધર્મ રહિત દેખે છે કે તરત જ તેને ક્રુતિમાં ખેંચી જાય છે. નિરંતર-અશ્રાંતપણે તે જીવના છળ જ જોયા કરે છે. ૬
છેલ્લા પુદ્ગલપરાવર્તને નહીં પામેલા, શુક્લપક્ષી નહીં થયેલા, માર્ગાનુસારીપણાને નહીં પામેલા એવા પ્રાણીઓના ધર્મરૂપ પ્રાણને તે કર્મરાજા એક ક્ષણમાત્રમાં–જોતજોતામાં જ હરી લે છે અને છેલ્લા પુદ્ગળપરાવર્તનમાં આવેલા, શુક્લપક્ષી થયેલા, સમકિત પામેલા તેમ જ સાધુપણું પ્રાપ્ત કરી છઠ્ઠ સાતમે ગુણુઠાણું પહેાંચેલા મુનિરાજના, તેમ જ પાંચમે ગુણઠાણે આવેલા શ્રાવકેાના, અને ચેાથા ગુણુઠાણાવાળા સમકિતી જીવાના છળને માહરાજા નિરંતર જોયા કરે છે અને જરા પણુ છળ-છિદ્ર મળી આવ્યું કે તરત તે જોઇને તે અત્યંત હર્ષિત થાય છે: પછી તે છળના યા છિદ્રના લાભ લઇને પાતે તેમ જ તેના વિષય, કષાયાદિ પરિવાર તેવા આત્મા સાથે