________________
લેખ સંગ્રહ : ૬ :
[૭૧] લગતા જેટલા જોઈએ તેટલા મળી શકે તેમ છે, પરંતુ વિસ્તારના ભયથી અહીં આપવામાં આવતા નથી. ૩.
આ પ્રમાણે ઉટની પીઠની જેમ કમજન્ય સૃષ્ટિ વાંકીવિચિત્ર છે. એને લીધે જગતમાં અનેક પ્રકારની વિચિત્રતા દષ્ટિએ પડે છે. એક મનુષ્યની એક ભવમાં જ અનેક પ્રકારની જુદી જુદી દશાઓ દેખાય છે. ઘડીમાં પરમ સુખી હોય તે પરમ દુઃખી થઈ જાય છે, માટે ધનવાન હોય તે ઘડીમાં નિર્ધન થઈ જાય છે અને નિર્ધન હોય તે ક્રોડપતિ થઈ જાય છે આવી દષ્ટનષ્ટ કમજન્ય સ્થિતિ જોઈને કેણ ગી પુરુષવિરક્તાત્મા તેમાં રતિ–પ્રીતિ કરે ? તેવા પુરુષને તેમાં આનંદ કે વિશ્વાસ આવે જ નહીં. ૪.
દુષ્ટ કર્મને પ્રભાવ ક્યાં સુધી આ પ્રાણીને હેરાન કરે છે? તે બતાવે છે. અપ્રમત્ત મુનિપણું પામી, ઉપશમશ્રેણીએ ચઢી, કર્મોને પરાસ્ત કરી અગ્યારમે ગુણઠાણે પહોંચેલા મુનિમહારાજા અથવા જેઓ શ્રુતકેવલી થયેલા હોય છે તેમને પણ અશુભ કર્મ પાડી દે છે. શ્રેણુગત મુનિને સત્તામાં રહેલે સૂક્ષ્મ લોભ ઉદયમાં આવીને ત્યાંથી પાડી દે છે એટલે તે શ્રેણુયુત થાય છે, એટલું જ નહીં પણ ત્યાંથી છટ્ટે સાતમે ગુણઠાણે આવતાં, ત્યાંથી ચોથે ને બીજે ગુણઠાણે લાવી પહેલે ગુણઠાણે પણ પહોંચાડી દે છે, અને જે શ્રેણિગત સ્થિતિમાં આયુષ્ય પૂર્ણ થયું હોત તો જે સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવ થાત અને એકાવતારી થઈ સિદ્ધિપદને પામત તેને અનંતકાળ પર્યત આ દુરંત સંસારમાં પરિભ્રમણ કરાવે છે. ચંદપૂવીને પણ પ્રમાદ અને નિદ્રા ત્યાંથી પાડીને નિદ સુધી લઈ જઈ શકે છે. દુષ્ટ