________________
[ ૪૭૦ ]
શ્રી કરવિજયજી સપાટ જમીન કરી નાખે છે. એવા બળવાન રાજાઓ પણ
જ્યારે કર્મ વિપરીત થાય છે ત્યારે રાજ્યથી ભ્રષ્ટ થાય છે. અન્ય રાજા તેના રાજ્યને માલેક થાય છે. પહેલા રાજાને ભાગી જવું પડે છે અને તેવી સ્થિતિમાં અજ્ઞાતપણે ભટક્તાં કેટલીક વખત ભિક્ષા પણ મળી શકતી નથી અને ભૂખ્યા સૂઈ રહેવું પડે છે. અકબર બાદશાહના ભયથી પર્વતમાં પરિ. ભ્રમણ કરનાર પ્રતાપ રાણાને કેટલીક વખત અન્ન વિનાની સ્થિતિને પણ અનુભવ કરવો પડ્યો છે. બાદશાહને પણ નમ્યું ન આપનારની કર્મના વિપરીતાણાથી આવી સ્થિતિ થયેલી છે. આ તો આધુનિક ઐતિહાસિક દષ્ટાંત છે. એવા પૂર્વકાળના અનેક દષ્ટાંતે છે. તાત્પર્ય એ કે “કર્મ પાસે જીવ રાંક છે.” ૨.
ઉપરની ગાથામાં કહેલી હકીક્તથી વિપરીત હકીકત આ ગાથામાં દર્શાવી છે. આ લોકમાં કહે છે કે શુભ કર્મને ઉદય થાય ત્યારે એક રંક હોય તે પણ એકછત્ર રાજ્યવાળે એટલે મહાધુરંધર ચક્રવતી રાજા થાય છે. આને માટે શાસ્ત્રોમાં અનેક દષ્ટાંત છે. જુઓ, પરભવમાં રંક ભિક્ષુક હતો તે પણ એક દિવસના ચારિત્રના આરાધનથી સમ્રાટ સંપ્રતિ થયે, કે જેની ત્રણ ખંડમાં આજ્ઞા પ્રવર્તે. તેમ જ સિદ્ધરાજ જયસિંહના ભયથી જ્યાં ત્યાં ભટકતા કુમારપાળને અશુભ કર્મોદય પૂરો થયે ત્યારે તે સિદ્ધરાજની જ ગાદી પર આવ્યા અને અઢાર દેશના રાજા થયા. સર્વત્ર દયાધર્મ એવો પ્રવર્તા કે જેવો ભગવંતના વિદ્યમાનપણામાં શ્રેણિક રાજા જેવા ભક્ત અને પ્રતાપી રાજાઓ પણ પ્રવર્તાવી શક્યા નહોતા. આ બધા શુભ કર્મને પ્રભાવ છે. પ્રાચીન દષ્ટાંતે આ વિષયને