________________
[ ૪૬૬ ]
શ્રી કપૂરવિજયજી
મિથ્યાત્વાદ્દિકની વિડંબનાઓના વિનાશ કરે છે . અને તે મિથ્યાત્યાદિકને પણ પરાસ્ત કરે છે. આવી ઉત્કૃષ્ટ ઋદ્ધિવાળા હેાવાથી ખરા ચક્રવર્તી તા એ મહાત્માએ જ છે. ૩
નાગરાજના તાબામાં નવ અમૃતના કુંડા છે અને તે આ પૃથ્વીને ધારણ કરી રહેલ છે,' એમ અન્ય દર્શનીના શાસ્ત્રમાં કહેલ છે. તે સુધાકુંડા અને પૃથ્વીને ધારણ કરવાપણું મુનિરાજની ઋદ્ધિ પાસે લેખામાં નથી; કારણ કે મહાત્માએ તે નવ પ્રકારના બ્રહ્મચર્ય રૂપ નવ સુધાર્કેડના માલેક છે–સ્વામી છે, કે જે કુંડમાં રહેલી સુધા પ્રાણીને ખરેખર અમર કરી શકે છે. વળી તે મહાત્મા શુદ્ધ બ્રહ્મચર્યના પાળનારાં છે અને ક્ષમા એટલે પૃથ્વી એ શબ્દાર્થના સંબંધમાં ખરેખરી ક્ષમા કે જે ક્રોધને નિર્મૂળ કરનારી છે તેને મુનિમહારાજા ધારણ કરે છે. મુનિ ક્ષમાવાન જ હાય છે, મુનિનું ભ્રષણ ક્ષમા છે, મુનિ ક્ષમાવડે જ એળખાય છે. અને તેથી જ તે ક્ષમાશ્રમણ્ કહેવાય છે. આવી રીતે બ્રહ્મચર્ય રૂપ સુધાકુંડના સ્વામી અને ક્ષમાને ધારણ કરનારા મુનિ જ ખરા નાગે છે. અન્ય નાગેંદ્ર તેની પાસે કાંઇ લેખામાં પણ ગણી શકાય તેમ નથી. ૪.
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ અન્ય દર્શનીના મુખ્ય ત્રણ દેવા છે. તેમને અન્ય મતના શાસ્ત્રો એકરૂપ પણ કહે છે. તેમની ઋદ્ધિનું વર્ણન તેમના શાસ્ત્રોમાં જે આપેલું છે તે બતાવીને તેની સાથે મહાત્માઓની અમૂલ્ય ઋદ્ધિને સરખાવે છે.
એ ત્રિપુટી પૈકી શંકર કૈલાસમાં વસે છે, તેનું વાહન વૃષભ છે અને તેને ગંગા ને ગૌરી (પાર્વતી ) નામની એ સ્ત્રીઓ છે. આટલી ઋદ્ધિવડે તે ઋદ્ધિમાન ગણાય છે. મહાત્માએ આ