________________
લેખ સંગ્રહ : ૬ :
[૬૭] ત્રાદ્ધિને તુચ્છ ગણે છે. તેઓ તે અધ્યાત્મરૂપ કૈલાસ ઉપર બિરાજે છે, વિવેકરૂપ વૃષભનું તેમને વાહન છે અને વિરતિ ને જ્ઞપ્તિ (ચારિત્ર ને જ્ઞાન ) તરૂપ તેમને બે સ્ત્રીઓ છે કે જે તેમની સાથે સદૈવ અવિચ્છિન્ન રહે છે. પેલી ગંગા ને ગેરી તે પરલોકની સાથી થાય તેમ નથી પણ આ વિરતિ ને જ્ઞપ્તિ તે આત્માના ગુણરૂપ હોવાથી સતત પરલોકમાં પણ સાથે જ રહે છે અને આત્માને અવિનાશી સુખ પ્રાપ્ત કરી આપે છે. આવી અદ્ધિવાળા હોવાથી ખરા શંકર તે મુનિમહારાજા જ છે. ૫.
હરિ એટલે વિષ્ણુ, તેના બે નેત્ર સૂર્ય ને ચંદ્ર કહેવાય છે. વળી હરિ નરકાસુરનો નાશ કરનાર કહેવાય છે અને તે સમુદ્રમાં શયન કરે છે એમ તેમના શાસ્ત્રોમાં કહેલું છે. મુનિરાજ આ હકીકતને નિઃસાર માને છે, તેમ જ અતિશયોક્તિરૂપ માને છે. તે સાથે તેઓ પોતે જ ખરા વિષ્ણુરૂપ છે એમ બતાવી આપે છે, કારણ કે ચંદ્ર સૂર્ય નેત્ર તરીકે હોય એ અઘટમાન છે. તેને સ્થાને મહાત્માઓને તે જ્ઞાન ને દર્શનરૂપ બે અતિ નિર્મળ નેત્રો છે અને તેઓ નરકગતિને સર્વથા ઉછેદ કરનારા હેવાથી ખરા નરકચ્છિ તે જ છે. તેના ભક્તો પણ એ દુર્ગતિના ભાજન થતા નથી. તે મહાત્માઓ સમાધિરૂપ જે અવિનશ્વર સુખ તેનાથી ભરપૂર સમુદ્રમાં અર્થાત્ સુખસમુદ્રમાં શયન કરે છે, નિરંતર આત્મિક સુખને જ અનુભવ કરે છે અને તેમાં જ નિમગ્ન રહે છે. આ પ્રમાણે હોવાથી ખરા વિષ્ણુ–વિષ્ણુની વાસ્તવિક સમૃદ્ધિવાળા મુનિ મહારાજા જ છે. ૬.
બ્રહ્મા આ સૃષ્ટિના રચનારા છે એમ અન્યમતિના શાસ્ત્રોમાં કહેલું છે. તેમને સૃષ્ટિ રચવામાં બાહ્ય વસ્તુઓની અપેક્ષા