________________
લેખ સંગ્રહ : ૬
[ ૪૬૫ ]
મહાત્માએ ઇંદ્રનું નંદનવન, વજ્રા, ઇંદ્રાણીએ અને વિમાનાદિકને તુચ્છ તેમ જ અપકાલીન અને વિનશ્વર સમજી, પેાતે ઇંદ્રની જેમ સમાધિરૂપી નંદનવનમાં, ધૈર્ય રૂપી વજ્રને ધારણ કરીને, સમતારૂપી ઇંદ્રાણી સાથે આનંદ કરે છે. તેનુ મહાવિમાન જ્ઞાન છે કે જેમાં તે નિર ંતર વાસ કરે છે. જી. આમાં ખરી ઋદ્ધિ કેાની છે ? સુજ્ઞા ! વિચારી જોજો. ર
ચક્રવત્તી જ્યારે ઉત્તર બાજુના ત્રણ ખંડ સાધવા માટે વૈતાઢ્ય પર્વતની ગુફામાંથી નીકળીને જાય છે ત્યારે ત્યાં રહેલા મ્લેચ્છ રાજાએ પેાતાને આધીન મેઘકુમારાદિ દેવાની સહાયથી જબરજસ્ત મેદ્મવૃષ્ટિ કરે છે. તે મેઘધારા સહન તેા શેની થાય પશુ ચક્રવત્તીનું આખું સૈન્ય તેના જળપ્રવાહમાં તણાઇ જાય. તે વખતે ચક્રવત્તી પેાતાને પ્રાપ્ત થયેલ ચાદ રત્ના પૈકીના ચરત્ન અને છત્રરત્નને પાતાના હસ્ત-સ્પથી વિસ્તારે છે એટલે તે માર ખાર ચેાજનના થઈ જાય છે. પછી ચર્મરત્ન ઉપર બધા લશ્કરને ચઢાવી છત્રરત્ન ઉપરથી ઢાંકી દે છે, જેથી અંદર જળનુ બિંદુ પણ પ્રવેશ કરી શકતું નથી અને અંદર મણિરત્નથી સર્વત્ર પ્રકાશ રહે છે. ધાન્યની નિષ્પત્તિ પણ તાત્કાલિક થાય છે. આ પ્રમાણે રત્નાદિકની સહાયથી તેનું ચક્રવર્તીત્વ નભે છે. આ સંસારમાં ચક્રવત્ત તુલ્ય માહુરાજા છે. તે પેાતાના મિથ્યાત્વ, વિષય, કષાયાદિ સેનાનીએવડે આ જગતના સર્વ જીવાને અનેક પ્રકારની વિડંબનાઓ કરે છે, તેની વિડ ખનાઓ કે જે મ્લેચ્છ રાજાએની મેઘવૃષ્ટિની ઉપમાને સ્થાને છે તેના નિવારણ માટે મહાત્માએ ક્રિયા ને જ્ઞાનરૂપ ચરત્ન ને છત્રરત્નના ઉપયાગ કરે છે. અર્થાત જ્ઞાનક્રિયાડે તે
3.0