________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૫૯] અવધુ નિરપક્ષ વિરલા કેઈ દેખ્યા જગ સહુ જોઈ. અવધુ
એ આંકણું. સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉથાપ ન હેઈ; અવિનાશીકે ઘરકી બાતાં, જાનેંગે નર સેઇ. અવધુ૧ રાવ રકમૅ ભેદ ન જાને, કનક ઉપળા સમય લેખે; નારી નાગણને નહીં પરિચય, તે શિવમંદિર દેખે. અવધુત્ર ૨ નિંદા સ્તુતિ શ્રવણ સુણીને, હર્ષ શેક નવિ આણે; તે જગમાં જેગીસર પૂરા, નિત્ય ચડતે ગુણઠાણે. અવધુત્ર ૩ ચંદ્ર સમાન સૌમ્યતા જાકી, સાયર જેમ ગભીર; અપ્રમત્ત ભારંડ પરે નિત્ય, સુરગિરિ, સમ શુચિ ધીરા. અવધુત્ર ૪ પંકજ નામ ધરાય પંકણું, રહત કમળ જિમ ન્યારા; ચિદાનંદ ઈશ્યા જન ઉત્તમ, સો સાહેબકા" યારા. અવધુત્ર પર
ખરેખર આવા જ મુમુક્ષુ પુરુષો સ્વાત્મહિત સાધી શકે છે તેમજ અન્ય આત્માથી ભવ્ય જનોને પણ આલંબનરૂપ થઈ શકે છે. કલિકાળના માહાયથી કંટકબડુલ શાસનમાં આવા મહાન પુરુષો જ આધારરૂપ હોવાથી અનુસરવા ગ્ય છે, સ્વાત્મનિષ્ઠ સાધુપુરુષે પવિત્ર તીર્થરૂપ છે, એવી ઊંડી સમજ અને શ્રદ્ધા સહિત જે ભાવિત આત્માઓ જંગમ તીર્થરૂપ પવિત્ર આશયવાળા સાધુપુરુષોનો આશ્રય ગવે છે તેઓ તેમના ઉત્તમ આલંબનવડે ઉપાધિજન્ય અશાન્તિને દૂર કરી પારમાર્થિક શાન્તિને મેળવી શકે છે. જેમનું એક પણ વચન ભવ્ય જીને અતુલ શાન્તિ પ્રગટાવે છે તેમના પવિત્ર
૧. રાજા ૨ પથ્થર. ૩ સમાન. ૪ મેરુપર્વત. ૫ પરમેશ્વરના.