________________
લેખ સંગ્રહ : ૬ :
| [૫૭] પણ ગર્વ કરતા નથી તે પછી અસાર વસ્તુને તો ગર્વ કરે જ કેમ? એમ શાસ્ત્રકાર દર્શાવે છે. પ
તત્ત્વવેત્તા મહામુનીશ્વરો સારી રીતે સમજે છે કે નિર્મળ જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિક શુદ્ધ આત્મિક ગુણે પણ પ્રત્યેક આત્માને સહભાવી જ હોય છે. કેટલાકને તે પુરુષાર્થ ચોગે પ્રગટ થયેલા હોય છે ત્યારે બીજાઓને તે જ ગુણે તિરભૂત-અપ્રગટ હોય છે. સત્તાગતે તો સહુને સમાન જ હોય છે. જે ગુણે પ્રથમ અપ્રગટ સતા સહુને સમાન હતા તે ગુણે જ આપણા પુરુષાર્થથી પ્રગટ થતા હોય અથવા થયા હોય તો તેમાં ગર્વ શા માટે કરવો ? અને જ્યારે શુદ્ધનિષ્કલંક સ્વગુણનો પણ ગર્વ કરવો અયુક્ત છે તો પછી તુચ્છ અને ક્ષણવારમાં દછનષ્ટ થઈ જનારા પરપગલિક પદાર્થોને તો ગર્વ કરે ઘટે જ કેમ? આમ છતાં જે કોઈ મુગ્ધતાથી તેને ગર્વ કરે છે તે પરિણામે હાનિને જ પામે છે એમ શાસ્ત્રકાર સમજાવે છે. ૬.
અત્ર સાધુને સમુદ્રની સાથે સરખાવી ઉપદેશ આપે છે અથવા અન્યક્તિ વડે સાધુને જ સમજ આપી છે. જેમ સમુદ્ર પ્રચંડ પવનની પ્રેરણાથી સૈાભ પામી, તોફાન મચાવી બહુ ઉલકાપાત મચાવે છે તેમ તે સાધુ! જે તે સમુદ્ર એટલે મુદ્રાયુક્ત-સાધુવેશ ગ્રહણ કરી સાધુવ્રતને ધારણ કર્યા છતાં આત્મ ઉત્કર્ષ (આપબડાઈ-આત્મકલાઘા) અને પરાપકર્ષ (પરનિંદા-પરની અપભ્રાજના) કરવારૂપ પ્રચંડ મદ-માયાના આવેશમાં આવી તારા પવિત્ર વ્રતનિયમ પાળવારૂપ ચારિત્ર પ્રાણને ડાળી નાંખીશ તો પરિણામે તારા સઘળા સદગુણેને