________________
[ ૪૫૬ ]
| શ્રી કરવિજયજી આપણા મનમાં મદ–અહંકાર આવી જાય અને તેથી પ્રકૃતિ બગડી જાય–સંતપ્ત થઈ જાય, ચિત્તમાં કલેશ થવા પામે, મન માજામાં ન રહે અને ઉન્મત્તપ્રાય બની જાય તેવે વખતે આદર્શરૂપ પૂર્વ મહાપુરુષોનાં કે વર્તમાન મહાપુરુષોનાં ઉત્તમ ચરિત્રે તરફ દષ્ટિ વાળવી, તેમની ઉત્તમતા-નિર્મદતા-નિરભિમાનતા-નમ્રતા-સાદાઈ અને સરલતાદિકનો ખ્યાલ કરો અને આપણે પણ એવા ઉત્તમ કેમ થઈ શકીએ તેવી રૂડી ભાવના ભાવવી. એમ કરવાથી આપણે ગંભીર ભૂલ આપણને નજરે પડશે, ગુણનો મહાન પટંતર રહેલો સમજાશે અને આપણું મૂર્ખાઈ ઉપર આપણને જ હસવું આવશે અથવા તેને માટે આપણને ભારે ખેદ-પશ્ચાત્તાપ થશે અને ફરી તેવી મૂર્ખાઈ નહિ કરવા મન લલચાશે. આ રીતે શુભ પ્રયત્ન કરવાથી અંતે રૂડું પરિણામ આવશે. હવે આવી તુછ વસ્તુની ખાતરે મદ કે અહંકાર જ શા માટે કરવો જોઈએ ? અરે ! જ્ઞાની-વિવેકી જનેનું એ કામ જ નથી એમ શાસ્ત્રકાર સમજાવે છે. ૪.
સડણું, પણ અને વિધ્વંસન સ્વભાવવાળું શરીર, તેના ઉપર કરેલા જાતજાતના રંગ જેવું દેખાતું દેખાવડું રૂપ, તેમાં કંઈક તરી આવતી લાલપરૂપ લવણિમા-લાવણ્ય, તેમજ ગામ-ગરાસ, બાગ-બગીચા પ્રમુખ વૈભવનાં સાધન અને એ ઉપરાંત અનેરાં લક્ષમી પ્રમુખ સુખસાધને ગમે તેવાં અને ગમે તેટલા હોય તો પણ તે બધાં અનિત્ય-ક્ષણવિનાશી, અસાર–પરિણામે ખેદ ઉપજાવનારાં અને અંતે અવશ્ય છેહ દઈ ચાલ્યા જનારાં હોવાથી ચિદાનંદઘન–આતમાને તે તે પિગલિક વસ્તુઓ કમેગે પામીને તેને ગર્વ કરે કેમ ઘટે? ન જ ઘટે. અરે! તત્વજ્ઞાની મહાત્માઓ સ્વગુણને