________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૫૫ ] તેમ નહિ કરતાં ખોટી આશા–તૃષ્ણામાં તણાયા જ કરે છે. તેનું પરિણામ એ આવે છે કે આપબડાઈ હાંકતાં મિથ્યાભિમાનને મહાપ્રવાહ તેમના ઉપર ફરી વળે છે તેથી શ્રેયવૃક્ષના સુકૃત્યરૂપી મૂળિયાં ખુલ્લાં-ઊઘાડાં થઈ જાય છે. અરે ! પોતે જ પોતાની મેળે પિતાની મૂખોઈથી અભિમાનના ભારે આવેશમાં આવી પ્રથમ વાવેલાં સુકૃતવૃક્ષનાં પુન્ય-પવિત્રમજબૂત મૂળ ઉખેડી નાંખે છે પછી એ સુકૃતવૃક્ષથી થવાનાંમેળવવાનાં સ્વર્ગ મોક્ષાદિક ઉત્તમ ફળ શી રીતે મળી શકે? ફલિતાર્થ એ છે કે સુજ્ઞ જનેએ સ્વકૃત્યેની પણ સ્વમુખે લાઘા કરવી નહિ તેમ જ કરાવવી નહિ. તેમ છતાં અન્ય જન સ્વત: (તથા પ્રકારની આપણી ઈચ્છા કે પ્રેરણા વગર જ ) આપણું સુકૃત્યથી પ્રસન્ન થઈ–આપણા ગુણથી પ્રમુદિત થઈને પ્રશંસા કરે છે તેથી આપણને કશી હાનિ પહોંચતી નથી એમ શાસ્ત્રકાર જણાવે છે. ૨.
આ ઠેકાણે ગુણનો અને રજજુનો મુકાબલો કર્યો છે. ઉપર ચઢવા ઈછનાર ગમે તે સજજન રજુની પેઠે પરગુણનું આલંબન ગ્રહે તે ઉચિત જ છે. તે આલંબનવડે ગુણગ્રાહી સજજન સુખપૂર્વક ઊંચે ચઢી પણ શકે છે, પરંતુ ભારે આશ્ચર્યની વાત તો એ છે કે જે તે જ ગુણ-રજજુનું સ્વકલાઘારૂપે પોતે જ અવલંબન કરે–કરવા જાય તો તે ઊંચે ચડવાને બદલે નીચે પટકાય છે, લઘુતા પામે છે, સ્વાર્થભ્રષ્ટ થાય છે અને ફરી પાછા ઉપર ચડવા જેટલી શક્તિ પણ ખોઈ બેસે છે. તેમ છતાં કવચિત્ કર્મદેષથી અભિમાનમાં આવી જઈ આપબડાઈ કરવા દોરાઈ જવાય છે તે સમયે આત્માથી જીવે શું કરવું તે ગ્રંથકાર દર્શાવે છે. ૩.