________________
[૪૫૦ ]
શ્રી કરવિજયજી મહાસૈન્યને સંહાર કરતા સંગ્રામના મોખરે ઊભેલા મયગલ(હાથી)ની પેઠે લગારે ડરતો નથી, પણ પૂરી હિંમતથી મોહ રાજાની સામે યુદ્ધ કરતે મેહના સૈન્યને ચકચૂર કરી અંતે પોતે જયપતાકા મેળવે છે. આવા જ્ઞાની મહાપુરુષને ભય હવે ઘટે જ નહિં એ વાત દૃષ્ટાંતથી સિદ્ધ કરે છે. ૪
હું અને મારું” એ મેહને મહામંત્ર છે. “અહંતા અને મમતા” એ જગતનો પરાભવ કરવા સમર્થ મેહરાજાનું મહાત્ શસ્ત્ર છે, પરંતુ “શુદ્ધાત્મદ્રવ્ય એ જ હું અને શુદ્ધ જ્ઞાનગુણ એ જ મારું (ધન)” એ સિવાય બીજું કશું “હું કે મારું” નથી જ એવી જે અભેદવૃત્તિ આત્મામાં ઉદ્દભવે છે તે જ વૃત્તિ મહારાજાના મહામંત્રને યા મહાનું શસ્ત્રને પણ નિષ્ફળ કરવા સમર્થ થઈ શકે છે. તેથી જ તે પ્રતિમંત્ર કે પ્રતિશત્રરૂપ લેખાય છે. આ રીતે મહારાજાના સબળ શસ્ત્રને પણ જે કંઈ હિસાબમાં ગણતું નથી એવું તત્ત્વજ્ઞાનરૂપ અમોઘ બખ્તર જેણે ધારણ કર્યું છે તેને મોહાદિક કર્મશત્રુઓને પરાભવ કરે તે કેવળ કીડા માત્ર છે. મતલબ કે એવા સમર્થ જ્ઞાની પુરુષ, મહાદિક કર્મશત્રુને જાતે જ પરાભવ કરી પિતે જયકમળા વરે છે. આ રીતે પરમ પુરુષાથી જ્ઞાની પુરુષનું નિરૂપણ કરી આગળ શાસ્ત્રકાર કાયર–અજ્ઞાની જીવ સાથે તેને મુકાબલો કરે છે. ૬
સત્ અસની વહેંચણ અને લાભાલાભ, કૃત્યાકૃત્ય, ગમ્યાગમ્ય વિગેરેની યથાર્થ સમજ જેથી થાય એવું તત્વજ્ઞાન જેમને પ્રાપ્ત થયું નથી એવા મૂઢ–અજ્ઞાની જને, જેમ પવનથી આકડાનું ફૂલ (રૂ) આકાશમાં અહીંતહીં ઊડે છે તેમ સંસારાટવીમાં અનેક જાતિના ભયના માર્યા અરહાપરહા અથડાયા કરે છે,