________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૪૯ ] એટલા માટે એકાંત હિતબુદ્ધિથી ઉપગારી મહાત્માઓ જીવને શિખામણ આપે છે કે જે તને ખરું સુખ જ પ્રિય હોય તો જેમાં કશો ભય જ રહ્યો નથી એવા સમ્યગજ્ઞાનને જ તારે આશ્રય કરવું જોઈએ. એ સુખને કોઈ ચોર ચેરી શકે એમ નથી, અગ્નિ બાળી શકે એમ નથી, જળ ડૂબાડી શકે એમ નથી તેમ રાજા લૂટી શકે તેમ નથી કે સંબંધીઓ ભાગ પડાવી શકે એમ નથી. એ જ્ઞાનજનિત સુખ સદા ય આપણી સાથે જ રહે એવું સ્વાભાવિક છે. વળી જ્ઞાનીઓએ કહ્યું છે કે-એ જ્ઞાન સમુદ્રમાંથી નહિ ઉત્પન્ન થયેલું એવું અપૂર્વ અમૃત છે, ઔષધ વગરનું રસાયણ છે અને હદ વગરનું ઐશ્વર્યા છે; તેથી જ તેને કશો ભય રહેતો નથી એટલે નિર્ભય છે અને મોક્ષાથી જોએ અવશ્ય આદરવા યંગ્ય છે. એવા ઉત્તમ જ્ઞાનની સહાયથી જેમને વસ્તુસ્વરૂપ યથાર્થ સમજાય છે તેવા મુનિજનને કશો ભય રહેતો જ નથી એમ શાસ્ત્રકાર બતાવે છે. ૨
તત્વવેદી (આત્મજ્ઞાની) મહાપુરુષોને કદાપિ કાંઈ પણ કયાંય ગોપવવા યોગ્ય હોતું નથી, તેમ જ લોક–દેખાવ કરવા હોતું નથી, વળી કંઈ તજવા ગ્ય હેતું નથી, તેમ કશું લેવાદેવા ગ્ય પણ હોતું નથી, કેમ કે તત્વજ્ઞાનને જાણવાનું જાણીને મહાત્મા પોતે નિર્ભયપણે સ્વરૂપસ્થિત થઈ રહે છે. તેઓ નાગરાજની પેઠે કોઈને કશો ડર રાખતા જ નથી, એ જ વાત શાસ્ત્રકાર સ્પષ્ટ કરી બતાવે છે. ૩.
પરમાત્મસ્વરૂપના ચિંતવનરૂપ એક દિવ્ય શક્તિનું આલંબન ગ્રહી અધ્યાત્મવેદી મહાપુરુષ, વિષયકષાયાદિક મહરાજના
૨૯