________________
[ ૪૪૮]
શ્રી કપૂરવિજયજી ભાવમાં પ્રવેશ કરતા જ નથી તેને મૂઢ-અજ્ઞાની પરસ્પૃહાવંત પ્રાણીની જેમ નાનાપ્રકારના ભય સંબંધી તેમ જ વિવિધ પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિ સંબંધી કષ્ટની પરંપરા પ્રાપ્ત થતી જ નથી. કષ્ટ માત્ર પરસ્પૃહાવડે દ્વૈતભાવ-રાગદ્વેષ કરવાથી જ થાય છે. આ બાબત શાસ્ત્રકારે જ અન્યત્ર કહ્યું છે કે
परस्पृहा महादुःखं, निःस्पृहत्वं महासुख । एतदुक्तं समासेन, लक्षण सुखदुखयोः॥ (निःस्पृहताष्टके) મતલબ કે પારકી આશા-તૃષ્ણ જ મહાદુઃખદાયી છે અને નિરાશીભાવ-નિઃસ્પૃહતા જ મહાસુખદાયી છે. એ રીતે સંક્ષેપથી સુખદુઃખનું લક્ષણ જાણે નિર્ભય એ સુખને જ માર્ગ ગષો જોઈએ એમ શાસ્ત્રકાર આગળ જણાવે છે. ૧
અનેક પ્રકારના સંતાપ ઉપજાવે એવા ભયથી ભરેલા મધુબિંદુ” જેવા–નહિ જેવા ક્ષણિક અને કપિત સાંસારિક સુખ મેળવવા નકામો કલેશ ઉઠાવવો શા કામને છે ? “મધુબિંદુ” જેવા વિષયસુખ મેળવવા જતાં જીવને કેવાં કેવાં અને કેટલાં કેટલાં કષ્ટ સહેવા પડે છે અને તેને તે પ્રસંગે કેટલાં કેટલાં કડવા અનુભવ કરવા પડે છે તેનો અત્ર સવિસ્તર ઉલ્લેખ કરવાની જરૂર નથી, કેમ કે એ સહુને પ્રત્યક્ષ જેવું જ છે. તેમ છતાં તે સુખ ક્ષણમાત્રમાં હતું ન હતું થઈ જનારું અને બદલામાં ભારે સંકલેશ ઉપજાવનારું થઈ પડે છે.
મધુબિંદુ” ની પેઠે તેમાં એક વાર ક્ષણભર પણ જીવ લેભાયે તે પછી તેમાંથી તે કેમે છૂટી શકતો નથી. જો કે જીવ બાપડે સુખબુદ્ધિથી તેમાં પ્રવર્તે છે પણ ઊલટો તેમ કરતાં અનેક જાતનાં કષ્ટને જ અનેક વાર અનુભવ્યા કરે છે.