SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [૪૪૭] જીવવિશેષને (ભવ્યાત્માને-હળુકમી જીવને) ઉપયોગી થઈ પડશે, રુચશે, આત્મજાગૃતિ કરશે, ચાવતું તેને તેનું શુભ પરિણમન થતાં કલ્યાણકારી થશે એમ વિચારી કેવળ હિતબુદ્ધિથી સ્વપરને ફાયદારૂપ જાણું સમભાવે આ હિતોપદેશ આપવામાં આવ્યું છે. જે તે ગ્રહણ કરી લેશે તેમને તે હિતરૂપ થશે અને કદાચ કઈ ગ્રહણ નહિ કરશે તો પણ કેવળ હિતબુદ્ધિથી આવા હિતવચન કહેનારાને તે એકાંત ફાયદો જ છે, કેમ કે એઓ તે સહનું હિત જ ઈચ્છે છે. ૮. [ જે. ધ. પ્ર. પુ. ૨૯, પૃ. ૭૦ ] (૨૭) નિમાષ્ટમ્. વિવેચન –મધ્યસ્થતાને ધારણ કરનાર સત્ત્વવંત પ્રાણી સત્ય પક્ષનો જ સ્વીકાર કરે છે. તેમ કરતાં તે કશો ભય લેખતા નથી. નિર્ભયપણે તે સત્ય વાત જ માને છે અને કરે છે. તેમ જ વળી જેમની અનાદિ ભયસંજ્ઞા તૂટી ગઈ છે અને તેથી જ જે નિર્ભયપણે વિચરે છે એવા સત્પરુષો ધારે તેટલું નિષ્પક્ષપાતપણું દાખવી શકે છે. આ રીતે પૂર્વાપર સંબંધવાળું નિર્ભયાષ્ટક હવે શાસ્ત્રકાર વખાણે છે. | મધ્યસ્થતા કહે કે નિષ્પક્ષપાતપણું કહે કે રાગદ્વેષ ૨હિત સમભાવ કહે તે પ્રાપ્ત થવાથી પારકી આશા-તૃષ્ણા બહુધા છેદાઈ જાય છે, તેથી જે નિઃસ્પૃહ-સ્પૃહા રહિતપણે શુદ્ધ ચારિત્રધર્મમાં જ રમણતા કરે છે–પરપિગલિક
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy