________________
[૪૪૬ ]
શ્રી કરવિજયજી સાધનના ગે અવશ્ય મોક્ષપદવી પામી શકે છે. આ પ્રકારે સમભાવ રાખી કર્તુત્વ અભિમાનરહિતપણે સત્સાધનમાં જોડાવા અને એ રીતે અનાબાધપણે આત્મકલ્યાણ સાધવા જેનશાસ્ત્રો ઉપદેશ આપે છે, માટે જ અમે તેનું અધિક આદરથી સેવન કરીએ છીએ એમ શાસ્ત્રકાર બતાવે છે. ૬.
તીર્થકર ગણધરએ કહેલા આગમ-સિદ્ધાંતને અમે રાગમાત્રથી અંધશ્રદ્ધાથી આદરતા નથી, તેમ જ કપિલાદિક અન્યકથિત શાસ્ત્રોને અમે છેષમાત્રથી અનાદર-તિરસ્કાર કરતા નથી; પરંતુ મધ્યસ્થ દષ્ટિથી બુદ્ધિતુલાએ વિચારી જોતાં અમને જેનશાસ્ત્રો સર્વ રીતે સબળ યુતિવાળાં જણાયાથી જ અને અન્ય શાસ્ત્રો તેવાં નહિ જણાયાથી જ અમે જેન આગમને સ્વીકાર કર્યો છે. શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરે પણ એમ જ જણાવ્યું છે કે “મને વીર (પરમાત્મા) ઉપર પક્ષપાતબુદ્ધિ નથી, તેમ જ કપિલાદિક ઉપર દુષબુદ્ધિ નથી. જેનું વચન યુકિતયુક્ત જણાય તેને જ સ્વીકાર કરવો જોઈએ, અને એ ન્યાયે જ અમે શ્રી વીર પરમાત્માને આશ્રય કર્યો છે. એટલું જ નહિ પણ સહુ કઈ આત્માથી સજજનેએ એ ન્યાયને જ અનુસરવું ઉચિત છે. શ્રીમાન હેમચંદ્રસૂરિકૃત મહાદેવસ્તુત્ર વિગેરેમાં આ સંબંધી સારો ઉલ્લેખ કરેલ છે, તે જિજ્ઞાસુ જ એ અવગાહી સત્ય માર્ગ નિ:શંકપણે આદરી લે ઉચિત છે. સમભાવપૂર્વક અન્ય ભવ્યાત્માઓનું હિત હૈયે ધરી શુભાશયથી જ અમે આ શાસ્ત્રોપદેશ આપીએ છીએ એમ શાસ્ત્રકાર કહે છે. ૭. - ચારિસંજીવનીનું દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે. તેમાં કહ્યા મુજબ અનેક પ્રકારના હિતેપદેશમાંથી કાંઈપણ હિતવચન કોઈપણ