SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૪૪] . શ્રી કરવિજયજી વળવાનું છે? પરના ગુણદોષથી ખરું જોતાં પિતાને શું ફાયદો કે નુકશાન હોઈ શકે? માંગી લાવેલા પરાયા અલંકારની જેવા પરના ગુણદોષ જેવા માત્રથી વસ્તુત: પિતાનું શું વળે? કશું જ નહિ, તો પછી મનને તેમાંથી વિરક્ત કરી સ્વસ્વરૂપચિંતનમાં જ નિમગ્ન કરવું ઘટે છે. પિતાના જ આભગૃહમાં ગુણ રહેલે અનંત ગુણરત્નોનો અખૂટ ખજાને પ્રગટ કરવા મનને નિજવું જોઈએ. પારકી જ ચિંતામાં દિનરાત વ્યગ્ર રહી મન પિતાની બધી શક્તિ ખચી—વાપરી નાંખે છે તેમ છતાં તેવા મનને અંકુશમાં રાખવા અને પોતાના ધણીનું ખરું કાર્ય કરવા આત્મા કશી પ્રેરણા ન કરે તે પછી મોકળું થઈ ગયેલું મન ધણીનું (આત્માનું) શું દારિદ્ર મારશે ? કશું જ નહિ. મુસ્કળ થઈ ગયેલું મન તો ઊલટો અનર્થ ઉપજાવે માટે તેને પિતાના હિતની ખાતર અવશ્ય નિયમમાં રાખવું જ જોઈએ. અને તે ત્યાં સુધી કે જ્યાં સુધી તે મને પોતાના સ્વામી–આત્મા સિવાય પરના ગુણદોષની ચિંતા કરવી પસંદ જ ન કરે. વસ્તુતઃ મનને સ્વરૂપચિન્તનમાં જ જેડી દઈ સ્થિર-શાન્ત-નિર્વિકલ્પ જ કરવાની જરૂર છે. મન પોતે પરચિંતા તજી સ્વસ્વરૂપની એકાગ્રતાથી જ્યારે સ્થિર-શાન્તનિર્વિકલ્પ થઈ જશે ત્યારે નિર્વિકલ્પ સમાધિસુખને પ્રાપ્ત થઈ આત્મા સ્વપ્રાપ્તવ્યને પ્રાપ્ત કરી શકશે, એટલા માટે આત્માથી-મુમુક્ષુ સજ્જનેએ પ્રથમ એ જ કરવાનું છે કે સકળ બહિરાત્મભાવ તજી, અંતરદષ્ટિ થઈ–આત્મગષક બની, પિતાના જ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક આત્મગુણ ખીલવવા અને અનાદિ રાગ, દ્વેષ, મોહાદિક આત્મદેષ ટાળવા પ્રયત્ન કરે. જેમ બને તેમ ઉદારદિલથી ભાવનાચતુષ્ટયનું સેવન કરતા
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy