________________
[૪૪]
શ્રી કરવિજયજી પણ હોંશથી-જાણી જોઈને ખંડન કરનાર હોવાથી તે મર્કટ કરતાં પણ વધારે અનર્થકારી થાય છે. અનંત ભવભ્રમણરૂપ મહાઅનર્થથી બચવા ઈચ્છતા સહુ કઈ ભવ્યાત્માઓએ આ ઉપરથી જે ઉત્તમ બોધ લેવાને છે તે એ છે કે મધ્યસ્થપણે મનને નિયમમાં રાખી સત્ય યુક્તિયુક્ત વચનને અનુસરવું પણ મનને મોકળું મૂકી દઈ તુછાગ્રહી બનવા દેવું નહિ. મનને જેમ બને તેમ કેળવી સુશિક્ષિત કરવું. ૨
ભાવનાદર્શ નજર રાખવા માટે મધ્યસ્થ મહામુનિ' કેવા. હોય? તે શાસ્ત્રકાર બતાવે છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ સાત નો છે. તેનું કંઈક વિસ્તારથી સ્વરૂપ “નયકણિકા અનુસારે “જૈન તવપ્રવેશિકા”માં લખવામાં આવેલું છે, ત્યાંથી તેનું સ્વરૂપ–લક્ષણ પ્રમુખ જાણું લેવા ખપ કર. તે બધા ની સામાન્ય રીતે ખૂબી એ. છે કે તે પ્રત્યેક નય પિતપોતાને અભિમત પક્ષ સ્થાપવામાં– યુક્તિથી ઠસાવવામાં કુશળ હોય છે, અને બીજા નયને અભિમત પક્ષ સ્થાપવામાં નિષ્ફળ-નિષ્ણજન હોય છે, તેમ છતાં તે સર્વ નેત વસ્તુધર્મમાં (તત્વવર્તનમાં) જેનું મન સમભાવે રહે છે, પક્ષપાત રહિત વતે છે, ખોટી ખેંચતાણ કરતું નથી તે પ્રત્યેક નયમાંથી સારતત્વ માત્રને ગ્રહી લે છે. તે મહામુનિને મધ્યસ્થ સમજવા. - ઉક્ત મધ્યસ્થ મહાત્માઓ પ્રત્યેક નયમાંથી સાર-તત્વ ગ્રહી, વૈરાગ્ય રસમાં ઝીલતા પરમરહસ્યભૂત રત્નત્રયીનું આરાધન કરવા સદા ય ઉજમાળ રહે છે અને સંસારભાવથી ઉદાસીન રહે છે, કેવા વિચારથી રહે છે? તે શાસ્ત્રકાર બતાવે છે. ૩.