________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૪૧] શયમાં એકાદ કાંકરે કે પથરો ફેંકવાથી જળમાં ક્ષેભ થતાં તેમાંથી ઉપરાઉપર કુંડાળાં થાય છે, વધે છે અને પાછાં સમાઈ જાય છે તેમ રાગદ્વેષજન્ય કુયુક્તિ કહો કે કુતર્ક કરવાથી સ્થિર–મધ્યસ્થ રહેલું મન પણ ક્ષુબ્ધ થઈ જાય છે અને તેમાં ઉપરાઉપર અનેક સંકલ૫વિકલપ ઉપજે છે, વધે છે અને વળી પાછાં કુતર્કના ત્યાગથી તે શમાઈ પણ જાય છે. આ રીતે કુતર્ક કરવાની બૂરી ટેવથી ચિત્તમાં બહુધા અશાન્તિના હાલકલેલ રહ્યા જ કરે છે, તે અશાન્તિને અટકાવવા-નિવારવા હે ભવ્યાત્મન્ ! તું તારી અનાદિ ચપળતા–બાળચેષ્ટા-કુતર્ક કરવાની કુટેવ તજી દે અને નિર્દોષ એવા અંતરાત્મભાવનું તું સમપણે સેવન કર. ૧
મધ્યસ્થ એવા સ્થિર મનની અને તુચ્છાગ્રહી ચપળ મનની અંશ માત્ર રૂપરેખા શાસ્ત્રકાર આંકી બતાવે છે. રાગદ્વેષરૂપ વિકાર રહિત મધ્યસ્થ પ્રાણીનું મનરૂપી વાછરડું પક્ષપાતના અભાવથી યથાર્થ વસ્તુસ્વરૂપને ઓળખી લેવાની કળાવાળી યુક્તિરૂપી ગાય(નિજ માતા)ને જ યથાર્થ ઉપગથી ઓળખી લઈ અનુસરે છે. મતલબ કે મધ્યસ્થ પુરુષનું નિષ્પક્ષપાતીનિર્મળ મન તેનામાં જાગૃત થયેલી જ્ઞાનકળાના પ્રકાશથી ખરી યુક્તિને જ ઓળખી લઈ તેને અનુસરે છે, તેમાં જ વિશ્વાસ ધરે છે અને તેને જ સબળ પ્રમાણરૂપ ગણે છે, ત્યારે તુચ્છ આગ્રહવાળું–કદાગ્રહી મન મર્કટની માફક ખરી યુક્તિરૂપી ગાયને પુંછડાવતી પકડી તેનું ખંડન કરવા મથે છે. ઉત્સર્ગ, અપવાદ, નિશ્ચય, વ્યવહારાદિ અનંત ઉપગાત્મક સ્યાદ્વાદ માર્ગ મૂકી શૂન્ય અને નકામે કદાગ્રહ કરે જેને પ્રિય 'હેય, અરે ! જે કદાગ્રહથી ભરેલું હોય એવું મન ખરેખર મર્કટ તુલ્ય જ છે. અથવા સત્ય-પ્રમાણભૂત યુકિતઓનું