________________
[૪૩૮ ]
શ્રી કપૂરવિજયજી જડ વસ્તુના અતિપરિચયથી પૂર્વોક્ત વ્યાધિને વિકાર વધતો જાય છે, જેના પરિણામે તેમને ભવભ્રમણ કરવું પડે છે, એટલે ૮૪ લાખ જીવાયેનિમાં અનંતીવાર જન્મમરણ કરી, અનંતાં દુખ સહવાં પડે છે એ અવિવેકને લીધે જ થાય છે; પરંતુ જે મહાનુભાવો વિવેકનું આલંબન રહે છે તેમને પછી તેવી કશી પીડા સહવી પડતી નથી તે જ વાત શાસ્ત્રકાર કહે છે. ૭
સંયમનમ-સંયમ -હિંસાદિક અવ્રતને તજી, અહિંસાદિક વ્રતોને આદરી, તેમનું સાવધાનપણે પાલન કરવું તે વ્રતસંયમ, સ્વેચ્છા મુજબ વિષયમાં પ્રવૃત્તિ કરતા મન અને ઇંદ્રિયોનો નિગ્રહ કરે અને નિયમમાં રાખી તેમનો સદુપયોગ કરે તે ઈદ્રિયસંયમ, ક્રોધ, માન, માયા અને
ભરૂપ ચારે કષાયને ટાળી, ક્ષમા, મૃદુતા, સરલતા અને સંતોષ ગુણેને કાળજીપૂર્વક આદરવા તે કષાયસંયમ અને મન, વચન, કાયાની દુષ્ટ પ્રવૃત્તિ-મુસ્કળ વૃત્તિ ટાળી તેમને સન્માર્ગમાં-નિવૃત્તિના માર્ગમાં સ્થાપવી તે ગસંયમ જાણવું. આ ઉપર વર્ણવવામાં આવેલું સંયમ-અસ્ત્ર જે વિવેકરૂપ શરાણ ઉપર સજજ( ઉત્તેજિત ) કરી ધૈર્યધારાથી તીણ કરવામાં આવે છે તે મહાદિક કર્મ—શત્રુને ઉછેદ કરવામાં સમર્થ થઈ શકે છે. પરમાર્થ એ છે કે આત્માથી મુમુક્ષજનેએ આત્મકલ્યાણાર્થે મોહાદિક અંતરંગ શત્રુઓને પરાભવ કરવા માટે પ્રબળ સંયમરૂપી અસ્ત્ર ધારવું જરૂરનું છે; પણ તે સંયમ–અસ્ત્ર અવિવેક કે અજ્ઞાનરૂપ કાટવડે કટાયેલું ન જોઈએ, પરંતુ તેને સમ્યજ્ઞાન-વિવેકરૂપ શરાણ ઉપર ચઢાવી સજજ કરી રાખેલું જોઈએ. એ રીતે નિર્મળ જ્ઞાન