________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૩૭] અતિ ઉચ્ચ પ્રદેશમાં નિવાસ કરી સહજ શુદ્ધ-નિપાધિક આત્મિક સુખને અનુભવ કરે છે.
હવે જે મહાશયે શ્રી જિનવચનાનુસાર સ્વાશ્રયીપુરુષાર્થને આદરી ષકારક સંગતિ કરે છે તે મહાનુભાવને અવિવેકજન્ય પીડા હોતી નથી, પરંતુ ગમે તેવા સમવિષમ સંગોમાં પણ વિવેકવડે સ્વસમાધિ સાચવી રાખી આત્માનું અખંડ હિત સાચવી શકે છે એમ શાસ્ત્રકાર કહે છે. ૬ - સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રના પ્રભાવવડે પોતાના જ આત્મામાં રહેલી અનંત જ્ઞાનાદિક ઋદ્ધિ-સિદ્ધિ જાણું, નિરધારી, પ્રમાદરહિત બની, સ્વસત્તાગત અનંત ગુણસમૃદ્ધિને પ્રગટ કરવા પરમગુરુના વચનાનુસાર જે મુમુક્ષુ જને પ્રબળ પુરુષાર્થનું અહોનિશ સેવન કર્યા કરે છે તેમને પરપિગલિક વસ્તુઓમાં આસક્તિ હોતી જ નથી અને એવી આસક્તિના અભાવે તેમને અવિવેકરૂપ વિષમ જવરની પીડા પણ સંભવતી નથી. અનાદિ પ્રમાદપંકમાં પડેલા પિતાના આત્માને ઉદ્ધરવા જે ભવ્યાત્માઓ ગીતાર્થ—ભવભીરુ સદગુરુ પ્રમુખનું ઉત્તમ આલંબન ગ્રહી, પિતાને હાનિ કરનારા વિષય, કષાય, વિકથાદિક પ્રમાદને શત્રુરૂપ જાણું-નિરધારી, તેમને વિનાશ કરી, અનંત સુખસમૃદ્ધિમય સ્વસત્તા સ્થાપવા પ્રબળ પુરુષાર્થ સેવે છે તેમને અવિવેકના કારણેના અભાવે ભવભ્રમણાદિક દુઃખ-તાપ થત નથી. જેમને જવર–તાવને વ્યાધિ થયેલ હોય અને જે તે જળ-મજજન(સ્નાન) કરે છે તેથી તેને જવરને પ્રકોપ થાય છે એટલે સખ્ત તાવ આવે છે તેમ જેમને મિથ્યાત્વ, કષાય, અવિરતિ પ્રમુખ દુષ્ટ વ્યાધિ વળગેલા જ છે તેઓને દેહગેહાદિક