________________
[ ૪૩૬ ]
શ્રી કપૂરવિજય
દાતાર પ્રમુખ માની લેવામાં આવે છે. વળી મીજા દષ્ટાંતથી એ જ વાતનું સમન કરે છે. ૪
જેમ કોઇ એક ધતૂરા ખાઇને ગાંડા-ઉન્મત્ત બન્યા છતા માટીની ઇંટા પ્રમુખને સેાનુ દેખે છે તેમ તત્ત્વજ્ઞાનવિકળ અવિવેકી જના પણ શરીરાદિક જડ વસ્તુઓને આત્મારૂપ જ દેખે છે. મતલબ કે અવિવેકના જોરથી તેએ જડ ચેતનની એકતા જ માને છે. જડ ચેતનના સ્વાભાવિક ભેદ્યભાવને તે પામર પ્રાણીએ સમજી કે લેખી શકતા નથી. કેવળ ભ્રમમાં ભૂલી દૈહાર્દિક જડ વસ્તુઓને આપણી પેાતાની જ લેખી તેમાં તન્મયપણે લીન થઇ રહે છે. આ અનાદિ ભૂલ-બ્રાન્તિ અવિવેકના જ જોરથી થાય છે માટે એ અવિવેકને અવશ્ય તજવા જોઇએ. પ
તે જ વાત આગળ અધિક સ્પષ્ટ કરતાં શાસ્ત્રકાર કહે છે કે-અનિત્ય, અશુચિ અને અનાત્મિક-પરપાલિક દેહાર્દિક તુચ્છ વસ્તુઓની વાંચ્છા-અભિલાષા કરનાર જે કાઈ પ્રાણી તુચ્છ વસ્તુમાં સારપણું, નિત્યપણું, પવિત્રપણું અને પાતાપણું માની ( કલ્પી ) તેને પ્રાપ્ત કરવા ઝંખના કર્યા કરે છે તે વિવેકગિરિના શિખર ઉપરથી નીચે સ્રવી પડે છે એટલે તે તત્ત્વજ્ઞાનના ઊંચા પ્રદેશ ઉપર રમણ કરવા અધિકાર પામી શકતા નથી અને અતવરમણપણાથી તે જીવ અજ્ઞ-અવિવેકીના ઉપનામને પામે છે. જે પૂર્વોક્ત વિપરીત ચેષ્ટાને ત્યજી આત્માના સહજ શુદ્ધ તિરુપાધિક ભાવને પ્રગટ કરવા દિનરાત અન્વેષણા–પર્યેષણા કરે છે તે આત્માન્નતિઅર્થે અહેાનિશ યત્ન કરનારા ઉદાત્તાશયવાળા જતા અજ્ઞાન-અસંયમરૂપ અવિવેકમાં નિમગ્ન થતા નથી. તેઓ તેા આત્મતત્ત્વરમણુના