________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૩૫] જયનાદ છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિય એ પાંચ આ સમ્યગ્દર્શનનાં લક્ષણ છે. આટલી સંક્ષિપ્ત હકીકત ઉપરથી પણ સમ્યગદર્શન પ્રાપ્ત કરવાની દુર્લભતા કેટલી બધી છે તે સમજમાં ઊતરી શકશે અને અનાદિ અવિવેકથી પાછા હઠવા માટે પ્રયત્ન કરવા જીવ અધિક કાળજી રાખશે. ૨
શુદ્ધ-નિરાવરણ આકાશમાં પણ ચક્ષુ વિષે થયેલા તિમિર રોગથી રાતી પીળી લીલી કાળી રેખાઓવડે જે પ્રકારે મિશ્રતાશબળતા–કબૂરતા દેખાય છે તે જ પ્રકારે અવિવેકથકી–અસદુઉપગથી રાગદ્વેષાદિક અશુદ્ધ અધ્યવસાયવડે આત્મામાં પણ મિશ્રતા–એકતા ભાસે છે. અસઉપગરૂપ અવિવેકથી જડ ચેતનને જુદા કરી લેખવાનું ભેદજ્ઞાન કુરતું નથી, જેથી મૂઢપણે જડચેતનની એકતા-અભેદતા જ માની લેવાય છે. તે જ વાત દષ્ટાંતવડે શાસ્ત્રકાર દૃઢ કરી બતાવે છે. ૩.
જેમ સુભટેએ કરેલું યુદ્ધ અને તેના પરિણામે થયેલ જય કે પરાજય સ્વામીમાં આરોપવામાં આવે છે એટલે સ્વામી રાજાની જ હાર જીત થયેલી કહેવામાં આવે છે-જે કે રાજાએ તેમાં કશો ભાગ લીધે જ ન હોય તો પણ જય પરાજય થયે જેમ તેને મિથ્યા આરોપ સ્વામીના જ શિરે ચઢાવવામાં આવે છે તેમ અજ્ઞાન–અસંયમરૂપ અવિવેકવડે શુદ્ધ આત્મામાં જ્ઞાનાવરણીય પ્રમુખ કર્મનું સામ્રાજ્ય ઉપચરવામાં આવે છે. એટલે ઉક્ત જ્ઞાનાવરણીય પ્રમુખ કર્મોનું અજ્ઞાન અંધતા પ્રમુખ કાર્ય આત્મામાં આરોપી દેવામાં આવે છે, તેથી આત્માને જ અજ્ઞાની, અંધ, સુખી, દુઃખી, પશુપ્રાય (મોકળો), સ્ત્રી, પુરુષ, નપુંસક, દીર્ધાયુષી, હીનાયુષી, ઉચ્ચ, નીચ, કૃપણ,