________________
રૂપાની જાતનું પાલન-પેજ લા કવિનાશ
કરવા
[૪૩૪ ] અને અત્યંત કાળજી રાખી તેનું પાલન-પોષણ કર્યા કરે છે. જેમ અજ્ઞાની જીવ રૂપાની ભ્રાન્તિથી છીપ સામે ધસી તેને ગ્રહણ કરવા દેડે છે તેમ અનાદિ દેહાધ્યાસથી જીવ પણ તેને પોતાનું જ માની તેના સુખે સુખી અને તેના દુખે દુઃખી થઈ રહે છે. આ બધે અવિવેકનો પ્રભાવ છે. આ પ્રમાણે અવિવેકવશ અનાદિ કાળથી જીવને થયેલી ભ્રમણા મટી જઈ જડ ચેતનને વાસ્તવિક ભેદ યથાર્થ સમજાવારૂપ સવિક પ્રગટ એ કેટીગમે ભવભ્રમણ કરતાં પણ જીવને અતિ દુર્લભ જ છે. સમ્યગ્દષ્ટિ જીવ જ ભેદજ્ઞાનવડે એવા સવિવેકને પ્રાપ્ત કરી શકે છે. અનંત પુદગલપરાવર્તન કરતાં જીવને સ્થિતિપરિપાકાદિવડે છેલ્લા (ચરમ) મુદ્દગલપરાવર્તનમાં જ સમ્યગુ દર્શન પ્રગટી શકે છે અને તેમાં પણ જ્યારે યથાપ્રવૃત્તિકરણવડે આયુકર્મ વઈ, સમસ્ત કર્મની સ્થિતિ હસ્વ કરી નાંખી, પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક કડાક્રોડ સાગરોપમ જેટલી જ સ્થિતિનાં સઘળાં કર્મ કરી નાંખે છે અને તેમાંથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ ઘટાડી, અપૂર્વકરણવડે અદ્ભુત વીર્યોલ્લાસથી અનાદિ રાગ-દ્વેષમય મેહગ્રંથીને છેદ કરી, વિશુદ્ધ પરિણામેગે અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરી ત્યાં જીવ સમ્યગદર્શનને પ્રાપ્ત કરે છે. યથાપ્રવૃત્તિકરણ વડે ઉપર કહ્યા મુજબ કર્મસ્થિતિ હવ કર્યા છતાં અપૂર્વકરણના અભાવે રાગદ્વેષમય અતિ ગુઢ મોહગ્રંથીને કોઈ પણ કદાપિ છેદ કરી શકતું નથી. અને તે અનાદિ મોહગ્રંથીને છેદ કર્યા વગર કઈ જીવ કદાપિ સમ્યગદર્શન, કહે કે સમકિતને પામી શકતા જ નથી. સમ્યગ્દર્શન પામતી વખતને આફ્લાદ પણ અપૂર્વ જ હોય છે. એ તો અનાદિ મહાસંગ્રામમાં મહામુશીબતે મળેલ