________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૨૯ ]
અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિરૂપ અનાદિ અજ્ઞાન દૂર કરવા ભાગ્યવશાત્ સાધન-સદ્ગુરુ પ્રમુખની ોગવાઈ મળી આવી હાય ત્યારે પ્રમાદાદિક તૈર કાઠીયાને દૂર કરી, વિનય બહુમાનપૂર્વક શ્રી જિનેશ્વરપ્રણીત શાસ્ત્રનું યથાવિધિ શ્રવણુ અને મનન કરવામાં આવે તા તે જ્ઞાનના પરાક્રમથી અજ્ઞાન અંધકાર સહેજે દૂર થઈ શકે અને અધિક વીદ્યાસવડે શાસ્રનિર્દિષ્ટ સત્ય મા નું-શુદ્ધ સંયમધનું સેવન કરવામાં આવે તે તેથી જીવનાં અનાદિ કર્મ આવરણ દૂર થવા પામે અને પરિણામે પેાતાના આત્માનું શુદ્ધ ટિક સદેશ ( રાગાદિક દોષવર્જિત નિર્વિકાર ) સ્વરૂપ પ્રગટ થઈ શકે. મહેલની સીડીની પેઠે ગુણસ્થાનક શ્રેણી ઉપર જીવ પુરુષા ચેાગે અનુક્રમે જ ચડી શકે છે. ભવ્ય જનેને સર્વ અનુકૂળ સાધન મળતાં તેવી ચેાગ્યતા પ્રાપ્ત થઇ આવે છે. ચેાગ્યતાવતના સર્વ પુરુષાર્થ લેખે થાય છે, તેથી તથાપ્રકારની ચેાગ્યતા સંપાદન કરવા અનુકૂળ સાધન-સામગ્રી પામીને પ્રમાદ કરવા ઘટતા નથી. મનની ક્ષુદ્રતા અને કઠારતાદિક દૂર થતાં તેવી ચેાગ્યતા પામવી સુલભ થાય છે, સુવિનીતપણાથી સદ્વિદ્યા, સદ્વિદ્યાવડે સમ્યક્ત્વ અને સમ્યક્ત્વવડે ચારિત્રધર્મની પ્રાપ્તિ થઇ શકે છે. એવી રીતે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીની પ્રાપ્તિવડે પરમાત્મસ્વરૂપ સહેજે પ્રકાશે છે. ૮.
[ જૈ. . પ્ર. પુ. ૨૭, રૃ, ૩૫૮ ]