________________
[ ૪૨૮ ]
શ્રી કપૂરવિજયજી
જે મહાનુભાવ નિમગ્ન થયેલ છે, યાવતુ પરપ્રપંચ(માહ માયા)થી મુક્ત થયેલ છે. તે જ શુદ્ધ સાધુ નિંથ છે, આત્મજ્ઞાન વગરના કેવળ શુકપાઠીને શાસ્ત્રકાર ખરા સાધુની ગણનામાં ગણુતા જ નથી. આત્મજ્ઞાન વગરના પામર પ્રાણીઓ પગલે પગલે ( ક્ષણે ક્ષણે ) માહમાયામાં મૂંઝાઇ નવાં નવાં કથી બંધાયા જ કરે છે; તેથી જ પરિણામે દેહ, ગેહ અને ધનાદિક જડ પદાર્થોમાં મિથ્યા મમતા બાંધી બાંધીને ભવાભવમાં ભમીને તે બહુ દુ:ખી થયા કરે છે, માટે આત્મજ્ઞાન બંધનકારક નથી પરંતુ આત્મ-અજ્ઞાન જ બંધનકારક છે અને તેથી અજ્ઞાન— અંધકાર દૂર કરવા માટે અહેાનિશ આત્મજ્ઞાન સંપાદન કરી લેવાના દૃઢ પ્રયત્ન કરવા જોઇએ, એમ સહેજે સિદ્ધ થાય છે. વળી વિદ્વાન પુરુષ જે અનુભવરસ ચાખે છે તેનાથી અજ્ઞાની જીવ એનશીખ જ રહે છે તે શાસ્ત્રકાર હવે બતાવે છે. ૬.
એકક્ષેત્રાવગાહી ( એક જ આકાશપ્રદેશમાં આવી મળી રહેલાં) ધર્મ, અધર્મ, જીવ અને પુદ્ગલ દ્રવ્યેા પાતપાતાના સ્વભાવમાં સદા ય સ્થિત રહે છે. તેએ કદાપિ પાતપેાતાના સ્વભાવ તજતા જ નથી એમ તત્ત્વજ્ઞા સારી રીતે સમજે છે. જો કે સાંચેાગિક વસ્તુના વિયાગ તા થાય જ છે તેા પણ તે પેાતાના મૂળ સ્વભાવ તજી દઇ પરસ્વભાવ ગ્રહી લેતા નથી એમ સમજી અનુભવ સહિત જોનારા જ્ઞાની પુરુષા અનુપયેાગી પરવસ્તુમાં આસક્ત બની સ્વસ્વભાવ( પેાતાના મૂળ ધર્મ )ને ભૂલી જતા નથી. ગમે તેવા સંચાગમાં પણ જ્ઞાની પુરુષા પેાતાનું મૂળ નિશાન ચૂકતા નથી. તે જ ખરા જ્ઞાની છે. અનાદિ અજ્ઞાનને નાશ કરી જ્ઞાની પુરુષા કેવા ઉત્તમ લાભ હાંસલ કરી શકે છે એ હવે શાસ્ત્રકાર બતાવે છે. ૭.
-