________________
લેખ સંગ્રહ : ૬
[૪ર૭] આત્માને કર્મ-આવરણ રહિત કરી જ્યાં જન્મ, જરા અને મરણ સંબંધી લેશ માત્ર પીડા નથી એવી પરમ પવિત્ર પદવી પામે છે. તેવા પરમ પવિત્ર આત્માઓનું અમને સદાય શરણ હજે ! પ્રાતઃસ્મરણીય તેમના નામ પણ પવિત્ર જ છે. તેમના પવિત્ર ચરિત્રનું વારંવાર સમરણ કરી અનુકરણ કરનાર ભાવિતાત્મા સ્વવીલ્લાસથી કર્મ–કલંકને દૂર કરી પરમાનંદપદને પામી શકે છે. મતલબ કે અંતરશુદ્ધિથી સકળ સિદ્ધિ સંપજે છે, તેથી આત્મકલ્યાણ સાધવા ઈચ્છનારે ખાસ લક્ષ રાખવાની જરૂર છે. આત્મજ્ઞાનવડે તેવું લક્ષ થવું સુલભ હોવાથી હરહંમેશ આત્માથી જનોએ તેનો પરિચય રાખવું જોઈએ.
પ કેટલાક મુગ્ધજને કહે છે કે જાણપણું કરતાં અજાણપણમાં જ ફાયદો છે તે તેમની વાત મિથ્યા છે; કારણ કે અજ્ઞાનવડે જ જીવ ગાઢ કર્મોને બંધ કરે છે અને જ્ઞાનવડે તે કર્મથી મુક્ત થાય છે, એમ શાસ્ત્રકાર જણાવે છે. તે ભવ્યજનો ! આત્મજ્ઞાનવડે તમે બંધાશે નહિં પરંતુ બંધનથી મુકત થઈ શકશે કેમ કે આત્મજ્ઞાનવડે જ સ્વપરની યથાર્થ ઓળખાણ થઈ શકે છે, જેથી અનુપયેગી પરવસ્તુને પરિહાર કરીને જીવ આત્મપગી વસ્તુતત્વનો સ્વીકાર કરી લે છે. શાસ્ત્રકારે પોતે જ સમાધિતંત્રમાં કહ્યું છે કે –
કેવળ આતમઘ હૈ, પરમારથ શિવપંથ;
તામું જિનકે મગનતા, સેહિ ભાવ નિરગથ. સાચું મોક્ષમાર્ગદર્શક અને સાધક માત્ર આત્મજ્ઞાન જ છે. આત્મજ્ઞાન વગર ખરા મેક્ષમાર્ગની યથાર્થ સૂઝ પડતી નથી તેથી તે માગે તનમનથી વળાતું જ નથી. એ આત્મજ્ઞાનમાં