________________
[૪ર૬ ]
શ્રી કપૂરવિજયજી આજ્ઞાઓનું યથાશક્તિ પાલન કરવા આપણાથી બનતું કરવું જોઈએ. જગતના સર્વ જી સાથે વૈર-વિરોધ ટાળી મૈત્રીભાવ રાખવે, સદ્દગુણના સદ્દગુણે દેખી સાંભળી દિલમાં પ્રમુદિત થવું, દિન અનાથજનો ઉપર તેમજ ધંધામાં સીદાતા સાધમી જને ઉપર દ્રવ્યભાવથી કરુણાભાવ રાખ, તેમ જ દેવગુરુના નિંદક નિષ્ફર પરિણામી મહામૂઢમતિ અને ઉપર મધ્યસ્થ ભાવ રાખવે, તેમનાં તેવાં અકૃત્યથી તે અવશ્ય દુઃખી થશે જ એમ સમજી કર્મથી કચરાયેલા તે પામર પ્રાણીઓ ઉપર રસ ન કરવી, તેમજ પાપવૃત્તિમાં આસક્ત એવા તેમની સાથે રાગ પણ ન જેડ. તેમનાથી ઉદાસીન રહેવું. એવી રીતે ભાવનાચતુષ્ટયનું આલંબન લઈ ગૃહસ્થ પણ ગૃહસ્થ યોગ્ય ધર્માચરણ કરવું અને અનાદિ પાપાભ્યાસને પરિહાર કરે–તેમ કરવા બનતા પ્રયત્ન કરો એ પ્રભુની ભાવપૂજા (ભાવશૌચ) ગૃહસ્થ આશ્રયી સમજવી.
મુનિરાજને તે સમસ્ત પાપવ્યાપારના પરિહારપૂર્વક પાંચ મહાવ્રતનું યથાવિધિ સેવન કરવું, પચે ઇંદ્રિયનું દમન કરવું, ક્રોધાદિક કષાયોને જય કરો અને મન, વચન તથા કાયાને કાબૂમાં રાખવારૂપ સર્વસંયમનું સારી રીતે પાલન કરવું, તેમ જ સદ્દગુરુની આજ્ઞાનુસાર પ્રવર્તવું, આપમતિથી આજ્ઞાવિદ્ધ ન ચાલવું એ જ ભાવપૂજા કહી છે. ક્ષમાદિક દશવિધ યતિધર્મનું યથાવિધિ પાલન કરતા સમતાવંત સાધુએ છેવટે સકળ કર્મને સર્વથા ક્ષય કરી પરમ પવિત્ર બને છે. ગમે તેવા પરિસહઉપસર્ગોમાં પણ અડગ રહી અદીનપણે સર્વ સહન કરનારા મહાનુભાવ મુનિજને મહાવીર પરમાત્માની પેઠે અંતે પિતાના