________________
લેખ સંગ્રહ : ૬:
[ કર૫] પામતે જ નથી. શાસ્ત્રમાં પિતપિતાના અધિકાર પરત્વે (ગ્યતા અનુસારે) ધર્મસાધનની મર્યાદા બતાવી છે તેથી જો કે મલિનારંભી ( અનેક પ્રકારના પાપારંભમાં રક્ત ) ગૃહસ્થને દ્રવ્યસ્નાનની આજ્ઞા( સંમતિ) આપેલી છે પરંતુ તે દેવાધિદેવની પૂજા નિમિત્તે તેમજ અતિથિ—અણુંગાર( નિર્ણય મુનિરાજ )ની સેવાભક્તિ નિમિતે જ. એટલે કે ગૃહસ્થ ઉક્ત દ્રવ્યશચ કરતી વખતે પોતાને પવિત્ર ઉદ્દેશ લક્ષમાં રાખીને જેમ અન્ય ત્રસ જીવોને વિનાશ ન થાય તેમ જયણા સાચવવી ખાસ જરૂરની છે. જેમ સ્નાન કરતી વખતે જયણાની જરૂર છે તેમ તદનંતર પ્રભુપૂજામાં પ્રવર્તતાં તે નિમિત્તે વપરાતાં પુષ્પજલાદિકમાં પણ બહુ જ જયણાપૂર્વક વર્તવાની જરૂર છે. ભાવવૃદ્ધિ માટે પ્રભુ અંગે કે પ્રભુ પાસે ઢેકવામાં આવતાં દ્રવ્યો પૈકી કોઈપણ સચેતન દ્રવ્યને, અશકય પરિહારને ટાળી કિલામણું ન ઉપજે તેવી અને તેટલા પૂરતી સંભાળ રાખવાની ભવભીરુ ભક્ત ગૃહસ્થની ખાસ ફરજ છે. . . - ઉક્ત રીતે પ્રભુભકિત નિમિત્તે વાપરવામાં આવતાં દ્રવ્ય પણ દ્રવ્યભાવથી શુદ્ધ જોઈએ. એટલે કે તે દ્રવ્ય સરસ, સુંદર, ખુશબોદાર અને તાજાં હોવાં જોઈએ પરંતુ જેવાં તેવાં મલિન તેમ જ જવાકુલ ન હોવી જોઈએ. તેમ જ ન્યાયયુક્ત વ્યવસાયવડે પેદા કરેલાં દ્રવ્યથી મેળવેલાં પણ હોવા જોઈએ. - એવી રીતે સ્વસંપત્તિ-સાધન અનુકૂળ સંગાનુસાર વિવિધ દિવડે પ્રભુપૂજા વિરચી ગૃહસ્થ પણ મુખ્ય લક્ષ્ય ભાવશૌચ (ભાવપૂજા) તરફ જ દેવવાનું છે. સાચા દિલથી પ્રભુની સ્તુતિ કરી તે નિષ્કારણબંધુએ જગતના કલ્યાણ અર્થે કરેલી