________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૧] અજ્ઞાનયેગે જીવ જ્યાં સુધી શરીરાદિક ક્ષણવિનાશી પદાર્થો ઉપરની મૂચ્છ-મમતા તજતે નથી ત્યાં સુધી પૂર્વોક્ત સદુપાય તેને હાથ આવતું નથી, તેથી તે બાપડો અજ્ઞાની જીવ વારંવાર મોહવડે અનેક પ્રકારની વિડંબના પામ્યા જ કરે છે. જેના ઘટમાં સભાગ્ય ગે સહજ કે કઈ સદગુરુના અનુગ્રહથી વિવેકદીપક પ્રગટો છે, જેથી પોતે પોતાની અનાદિ ભૂલને સમજી સુધારવા શક્તિવાન થયેલ છે તેનાથી મેહ જ પોતે ડરતે રહે છે. ૨ - સદ્ધિવંત પરવસ્તુમાં મૂંઝાતો જ નથી. સદ્વિવેકવડે જેની બુદ્ધિ પુષ્ટ, નિર્મળ અને અખલિત છે તે ઇંદ્રની સાહાબીને તેમ જ ચક્રવતી અને વિદ્યાધરાદિકની અદ્ધિને સમુદ્રમાં ઊઠતા કલોલની પેઠે ચંચળ-જોતજોતામાં વિમુક્ત થઈ જનારી જાણે છે અને લક્ષ્મીનું એવું ચંચળપણું જાણીને તેના ઉપર મૂચ્છ–મમતા નહિ રાખતાં તેને વગર વિલંબે સદુપયોગ કરી લે છે. આયુષ્યને પવનની જેમ જલદી પસાર થઈ જતું જાણુને જેમ તેની સફળતા થાય તેમ પ્રમાદ રહિત પ્રવર્તન કરે છે. - અંજળીમાં રહેલા જળની જેમ આયુષ્ય જોતજોતામાં પૂરું થઈ જાય છે એમ સમજી આત્મસાધન કરી લેવામાં સુજ્ઞ જને આળસ કરતા જ નથી. ફક્ત મેહમૂઢ અજ્ઞજનો જ સ્વહિત સાધનની ઉપેક્ષા કરે છે. વિવેકી જને તેવી ઉપેક્ષા કરતા જ નથી, કેમ કે તેઓ તે ઉત્તમ એવા માનવદેહની કિંમત સમજે છે. જે મૂઢજને સ્વદેહનું દમન કરી લેવાને બદલે મોહવડે તેનું જ પિષણ કરવા અનેક પ્રકારના પાપારંભ સેવે છે તેમને પણ તેવી રીતે પિોષણ કરાયેલે દેહ અંતે કંઈ પણ સહાયભૂત થતો નથી. દેહ ઉપર ગમે તેટલી મૂચ્છ-મમતા