________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૧૯ ] ભાતનાં ભેજનાદિકથી પિોળ્યા છતાં કદાપિ પોતાના થયા, થતા કે થવાના નથી. તે જ દેહાદિક પુદગલોને અનાદિ મહઅજ્ઞાનવશવતપણાથી કાયમ ટકી રહેનારા-કદાપિ વિણસી નહિં જનારા અથવા શાશ્વત માનવા, જાણે ઉત્તમ સુગંધી પદાર્થોથી પૂરેલા–પવિત્ર હોય એવા લેખવવા, તેમ જ આ શરીર મારું જ છે અથવા આ શરીર એ જ હું છું, શરીર પુષ્ટ થયે હું પુષ્ટ થાઉં છું અને શરીર ક્ષીણ થયે હું ક્ષીણ થાઉં છું એવી દેહાદિક ઉપર મમતા રાખી હરેક રીતે તેનું પોષણ કરવામાં જ સ્વબુદ્ધિની સાર્થકતા લેખવવી તેને અતત્વમાં તત્ત્વબુદ્ધિરૂપ અવિધા કહી છે. શાસ્ત્રકારોએ દેહાદિક જડ પદાર્થોનું જે અનિત્ય, અશુચિ અને અનામિક સ્વરૂપ જણાવેલું છે તે તેવું જ માનવું અને તેથી વિરક્ત બની, વૈરા5વડે સાર તત્ત્વ ખેંચી લેવા સ્વબુદ્ધિને ઉપયોગ કરે તેને શાસ્ત્રકારે વિદ્યા કહી છે. આ દેહાદિક જડ પદાર્થોમાંથી શી સારી વસ્તુ ખેંચી શકાય ? અર્થાત્ સદબુદ્ધિગે તેને કેવો ઉપયોગ કરી શકાય? તેનું સંક્ષેપથી અન્યત્ર નિરૂપણ આવી રીતે કરવામાં આવ્યું છે. “તત્તાતત્વ-સારાસારહિતાહિતને વિચાર કરી લેવો તે બુદ્ધિ પામ્યાનું ફળ છે, ઉત્તમ વ્રત-નિયમ આદરી આત્મદમન કરવું એ આ દુર્લભ માનવદેહ પામ્યાનું ફળ છે, પાત્ર-સુપાત્રનું પિષણ કરવું તે પુણ્યપતી લક્ષ્મી પામ્યાનું ફળ છે અને અન્ય જનને રુચે એવું હિતકારી મિષ્ટ વચન વદવું એ વાચા પામ્યાનું ઉત્તમ ફળ છે એમ સમજવું.” . મતલબ કે વસ્તુને વરતુગતે જાણી-નિરધારી તેમાંથી સાર