________________
[૧૮].
શ્રી કરવિજયજી અને ગમે તે વખતે જે સમસ્વભાવી છે એટલે જેના મન, વચન અને કાયામાં સદૈવ સ્થિરતા વ્યાપી રહેલી છે. ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગ કે પરિસહ પ્રસંગે પણ જે પિતાની સ્થિતિસ્થાપકતા (ચિત્તસમાધિ) ગુમાવતા નથી, નિંદક અને પૂજક જેમને તુલ્ય છે, માન અને અપમાન, કનક અને પાષાણ તેમ જ તૃણ અને મણિ નિઃસ્પૃહપણથી જે સરખાં ગણે છે, જે સમસ્ત જગજંતુઓને આત્મ સમાન લેખે છે, રાજા અને રંક બંનેનું હિત ઈચ્છી તેમને ઉચિત હિતશિક્ષા કેવળ પરમાર્થભાવે આપે છે એવા જ્ઞાની ભેગી મહાત્મા તેમની ઉત્તમ રહેણીકહેણીથી સર્વત્ર પૂજા-અર્ચાય છે, તેમ છતાં તેઓ સ્વસ્વરૂપથી યુત થતા જ નથી પણ સ્વસ્વરૂપરમણી જ બની રહે છે તેવા મુનિ મહાત્માનું જ માન-મુનિપણું સર્વોત્તમ છે. તે જ વિપકારક હોવાથી આપણને તેનું જ શરણ હો! ૮
[ જે. ધ. પ્ર. પુ. ૨૭, પૃ. ૩૨૬ ] –@@@ –
(૪) વિચાર. વિવેચન–અનંતર અષ્ટકમાં ઉપદિષ્ટ મુનિત્વ યથાર્થ વિદ્યાતપણી બુદ્ધિવાળા વિરક્ત પુરુષને જ સંપજે છે તેથી શાસ્ત્રકાર વિદ્યાષ્ટકનું નિરૂપણ કરે છે. દેહાદિક પુદગલે પાણીના પરપોટાની પેઠે અથવા વીજળીના ઝબકારાની પેઠે જોતજોતાંમાં નાશ પામી જનારા-ક્ષણભંગુર છે, પરમ દુર્ગ
છનિક એવા મળમૂત્રાદિક અશુચિ પદાર્થોથી ભરેલા છે અને ગમે તેટલા સુંદર વસ્ત્રાલંકારથી મંડિત કર્યા છતાં તેમજ ભાત