________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૧૫ ] તત્ત્વનું ભાસન, રોચન અને રમણરૂપ ઉત્તમ ફળ તેમજ તેને બાધાકારી મિથ્યાત્વ કષાય પ્રમુખ દેનું નિવર્તન રૂપ ઉત્તમ ફળ થવું જ જોઈએ. તેવા ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી આપવી એ જ સત્ય જ્ઞાન અને શ્રદ્ધાનું કાર્ય છે. પરમાર્થ સામે દષ્ટિ રાખી પુરુષાર્થને ફેરવનારને સત્ય જ્ઞાન અને શ્રદ્ધાનાગે ઉક્ત સ્થિતિ પરિપાક થયે ઉત્તમ ફળ અવશ્ય મળે છે જ. પવિત્ર રત્નત્રયીના ધારક મુનિ જને સંસારની માયાને કેવી લેખે છે તે દષ્ટાંત દઈને શાસ્ત્રકાર સમજાવે છે. ૫ - જેમ કે શરીરમાં વિકાર પિદા થવાથી સજા થઈ જાય છે ત્યારે જો કે તે શરીરે પુષ્ટ જણાય છે, તે પણ તે કૃત્રિમ પુષ્ટિ વિકારજનિત હોવાથી કેવળ દુઃખદાયી જ છે. તેનાથી કિંચિત્ માત્ર સુખચેન પડતું જ નથી, કિંતુ અથાગ દુઃખપીડા જ પેદા થાય છે. યાવતું તેથી જીવ મરણાંત કષ્ટ પામે છે. આમ હોવાથી સેજ થવાથી તેવું મહાકષ્ટ ભોગવનાર પિતાના શરીરમાં થયેલી કૃત્રિમ પુષ્ટિથી કંઈ ફુલાઈ જતું નથી, પરંતુ તેથી થતા દુઃખથી કંટાળી જઈ તેવી કૃત્રિમ પુષ્ટિ કરતાં સ્વાભાવિક કૃશતા જ પસંદ કરે છે તેમ રાગદ્વેષાદિક વિકારજનિત સંસારનું સ્વરૂપ પણ વિષમ જ છે તેથી જીવને જન્મ, જરા અને મરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિજન્ય અનંત દુઃખદાવાનળમાં નિરંતર પચાવું પડે છે. કેધાદિક કષાયતાપથી જીવ સદા ય સંતપ્ત રહ્યા કરે છે–તેને અંશમાત્ર સાચી શાંતિ-સમાધિ પ્રાપ્ત થતી જ નથી. કિંપાક ફળના ભક્ષણની જેમ અથવા ખરજ ખણવાથી થતી શક્તિની જેમ અથવા તૃષાપીડિતને દેખાતી મૃગતૃષ્ણાની જેમ જે કદાચ ક્ષણમાત્ર કિંચિત કલ્પિત સુખનું ભાન થાય છે તો પણ તરત