________________
[ ૪૧૯ ]
શ્રી કપૂરવિજયજી
જ તેવું ભયંકર પરિણામ દેખીને તે દુઃખદરિયામાં મગ્ન બની જાય છે. અથવા જેમ વધસ્થાને લઇ જવામાં આવનારને સારાં વજ્ર અલંકાર પહેરાવવામાં આવે છે તે તેને કઇ સુખદાયી થતાં નથી, કેમ કે તે જાણે છે કે હું યમના મુખમાં જ રહેલા છું તે। હવે મારે વસ્ત્રાલંકારથી તથા મિષ્ટાન્ન ભાજન પ્રમુખથી શુ' ? તેમાં જેમ તેને જરા પણ રતિ-પ્રીતિ થતી નથી તેમ રાગદ્વેષવિકારજન્ય સંસારનું સ્વરૂપ જેને યથાતથ્ય સમજાયુ છે તેને પણ તેમાં લગારે રતિ-પ્રીતિ ઉત્પન્ન થતી નથી; પરંતુ તે ભવનાટકને મધ્યસ્થ દ્રષ્ટિથી જોવાના અભ્યાસથી વૈરાગ્યવૃત્તિને જ વધારે છે, અને સહજ સ ંતાષવૃત્તિથી પવિત્ર રત્નત્રયીનું યથાવિધિ આરાધન કરી અનુપમ સુખસમાધિને સંપ્રાપ્ત થાય છે. અપ્રમત્ત મુનિરાજને એવી ઉદાસીન દશા સદાય ખની રહે છે. પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચનમાતાનુ તે અહાનિશ સાવધાનપણે પાલન કરે છે. તેમાં પણ મુખ્યપણે—ઉત્સર્ગ માગે મન, વચન અને કાયાને ગાપવી રાખવામાં જ સાર સમજે છે એમ વિચારીને કે
.
“ આતમજ્ઞાને મન ધરે, વચન કાય રતિ છેડી; તે પ્રગટે શુભ વાસના, ગુણ અનુભવની જોડી. દેહુ વચન મન ચપળતા, જનકે સંગ નિમિત્ત; જન સ`ગી હવે હુ, તાતે મુનિ જગ મિત્ત. વાસ નગર વનકે વિષે, માને દુવિધ અબુદ્ધ; આતમદર્શી વસતિ, કેવળ આતમ શુદ્ધ. ''
અપવાદ માગે સ્વસંયમજીવનના નિર્વાહાથે. ઇસમિતિ, ભાષાસમિતિ પ્રમુખ પાંચ સમિતિનું યથાવિધિ સેવન કરે છે.