________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૧૩] ભાવસાધુ કહેવાય છે. તે અપ્રમત્તભાવ જ નિશ્ચય સમકિતરૂપ હોવાથી અપ્રમત્ત મુનિરાજમાં તે સદદિત રહે છે. ૧
ઉક્ત વાતનું સ્પષ્ટીકરણ કરતા છતા શાસ્ત્રકાર જ કહે છે. જ્ઞાનસ્વભાવને ધારણ કરનારો આત્મા મેહના ત્યાગથી સ્વસત્તાગત રહેલા અનંત વિશુદ્ધ ગુણકદંબક(સમૂહ)ને જે જ્ઞાનવીયવડે જાણ –ઈ–અનુભવી શકે છે તે જ સમ્યમ્ જ્ઞાન, સદર્શન અને સમ્યગ્રચારિત્રરૂપ મુનિની રત્નત્રયીની અભેદતા–એકતા કહેલી છે. મતલબ કે સમ્યજ્ઞાન
ગે મુનિને સ્વસ્વરૂપને સારી રીતે ભાસ થાય છે, સમ્યગશ્રદ્ધાનોગે સ્વસ્વરૂપને સારી રીતે નિરધાર થાય છે અને સમ્યગ્રચારિત્રબળે સ્વસ્વરૂપમાં રમણતા તથા પરપગલિક ભાવથકી વિરમવાનું બને છે, એવી રીતે સભ્ય રત્નત્રયીની સમકાલીન સહાયથી મુનિની અભેદ પરિણતિ થાય છે. ૨.
શુદ્ધ આત્મતત્વમાં જ રમણતાવડે મુનિના ચારિત્રની સફળતા છે, શુદ્ધ આત્મતત્વના યથાર્થ ભાસનવડે મુનિના જ્ઞાનની સાર્થકતા છે અને શુદ્ધ આત્મતત્વના યથાર્થ નિરધારવડે મુનિના દર્શને ગુણની સાર્થકતા છે. એવી રીતે શુદ્ધ જ્ઞાનનયના વિચારથી જેમ મુનિના ચારિત્રાદિકની સફળતા જણાવી તેમ ક્રિયાન પણ અશુદ્ધ ક્રિયાના પરિહારપૂર્વક શુદ્ધ અવિકારીઆત્મહિતકારી ક્રિયાના લાભથી ઉક્ત રત્નત્રયીની સફળતા જ સમજવી. તે એવી રીતે કે શુદ્ધ ચારિત્ર પરિણામથી અનાદિ અવિરતિ પરિણામની નિવૃત્તિ થાય છે, અને ઉજજ્વળ અહિંસક પરિણામ પ્રગટ થાય છે. અથવા ક્ષાપશમિક (અભ્યાસિક) સામાયિકાદિક અથવા યમનિયમાદિકના આસે