________________
[૧૨]
શ્રી કપૂરવિજયજી ' (૨૨) મૌનાષ્ટ. વિવેચન-નિપૃહી મહાત્મા જ મુનિ પદને પામે છે તે મુનિભાવને શાસ્ત્રકાર સ્પષ્ટ કરી બતાવે છે. જે મહાનુભાવને વિશ્વતત્વ વિદિત જ છે એટલે જેણે જાણવા ગ્ય સર્વ તત્વસ્વરૂપ જાણી લીધું છે અને જાણીને આદરવા ગ્ય આદર્યું છે અને તજવા યોગ્ય તજી દીધું છે, મતલબ કે તત્વજ્ઞાનયેગે જેને સ્વપરની યથાર્થ વહેંચણ થયેલી હોવાથી રાજહંસના જળની પેઠે નિરુપયેગી વસ્તુને જેણે ત્યાગ કરે છે અને દૂધ જેવી આત્મ ઉપયોગી વસ્તુને સ્વીકાર કરે છે તે જ વસ્તુત: મુનિ કહેવાય છે. સાધુ, મુનિ, નિર્ગથ વિગેરે અનેક પર્યાય(સમાન અર્થસૂચક) વાચક નામે કહ્યાં છે. ખરો સાધક-સાધુપુરુષ સર્વ પ્રકારની મૂછ–મમતાથી મુક્ત જ હોય છે, તેથી તે કોઈ પણ જાતની ઉપાધિથી અળગે જ રહે છે. સર્વ પ્રકારની ઉપાધિથી નિરાળા રહેવાથી જ નિર્ચથ–મુનિજને નિપાધિક આમરણારૂપ સ્વાભાવિક સુખને અનુભવી શકે છે. તે જ ખરા આત્મજ્ઞાની સાધુ-પુરુષ ગણાય છે. તે વગર તે કેવળ દ્રવ્યલિંગી જ કહેવાય છે. જ્યારે ઘંચના ઘલના ન્યાયે સહેજે જ અથવા કઈક સદ્દગુરુ મહાશયના સદુબંધવડે આત્મામાં તત્વજ્ઞાનનો ઉદય થાય છે ત્યારે અનાદિ અજ્ઞાનજનિત મિથ્યાત્વ (વિપરીત શ્રદ્ધા યા મિથ્યા વાસના) દૂર ખસી જઈ આત્મામાં તત્વશ્રદ્ધા પ્રગટે છે અને અનુક્રમે આત્મરમણુતારૂપ તેનું ઉત્તમ ફળ બેસે છે. સમ્ય દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ નિર્મળ રત્નત્રયીવડે નિરુપમનિદ્ધિ મોક્ષસુખ સાધવા સદા ય સાવધાન રહેનાર મહાત્મા જ