________________
લેખ સંગ્રહ : ૬:
[૧૧] સુખને તિલાંજલી દઈ ચાર ગતિરૂપ સંસારચક્રમાં જન્મ મરણજન્ય અનંત દુઃખને આપનારી પરપૈગલિક સુખની પૃહા સસાધન સેવવામાં દક્ષ મુનિજન શા માટે સેવે? ન જ સેવે. નિઃસ્પૃહી મહાત્મા પરસ્પૃહા રહિત બની જેમ સત્સાધનાગે સર્વ સમીહિત સુખ સાધી શકે છે તેમ પગલિક પૃહા સહિત સાધુ કદાપિ સાધી શકે જ નહિં. જેમ જેમ પરસ્પૃહા તજી નિ:સ્પૃહતા ગુણનું લક્ષપૂર્વક સેવન કરવામાં આવે છે તેમ તેમ આત્મામાં સ્થાન કરી રહેલી કઈક કાળની મલિન વાસનાઓ હઠતી જાય છે, અને અનુક્રમે પ્રબળ પુરુષાર્થને પવિત્ર રત્નત્રયીના આરાધનથી સંપૂર્ણ વાસના ક્ષય પણ થઈ શકે છે. વાસનાના ક્ષયથી રાગદ્વેષાદિક અંતરંગ શત્રુઓને સર્વથા ક્ષય થાય છે અને તેમ થતાં મોક્ષ કરામલકાવત્ થાય છે. આમ સમસ્ત સુખનું ઉપાદાન કારણ નિ:સ્પૃહતા જ સિદ્ધ થાય છે. તેવી સંપૂર્ણ નિસ્પૃહતા તો તદ્દભવક્ષગામીને જ સંભવે છે, તે પણ તેવી નિઃસ્પૃહતાને માટે કરેલકરવામાં આવતો પ્રયત્ન કદાપિ નિષ્ફળ જતા જ નથી. અનુક્રમે તે સંપૂર્ણ નિઃસ્પૃહતાને પ્રગટાવે છે. એટલા માટે તેવો શુભ પ્રયત્ન સહુ કેઈ આત્માથી સજજનેએ અવશ્ય કર્તવ્યકરવા યોગ્ય છે. અને મનમાં સારી રીતે કતરી રાખવા યેગ્ય છે કે પરસ્પૃહા જેવું પરિણામે દુઃખદાયી બીજું કશું નથી અને નિઃસ્પૃહતા જેવું પરિણામે સુખદાયી કશું નથી, એવી સદ્દબુદ્ધિ આપણ સહુને સદેદિત ( સદા જાગૃત) રહે! ૮.
[જે. ધ. પ્ર. પુ. ૨૭, પૃ. ૨૨૭]