________________
[ ૪૧૦ ]
છો કર્ખરવિજયજી લેવાને દેડે છે તે શું રજત મેળવી શકે છે? નહિં જ. તેમ સર્વજ્ઞ વીતરાગના એકાંત હિતકારી વચનને વિરાધીને જે જી મેહ-અજ્ઞાનવશ સુખ ભ્રાન્તિથી દુખના રસ્તે ગમન કરે છે તે શું સુખી થાય? ન થાય-દુઃખી જ થાય. વળી સર્વજ્ઞદેશિત સતસાધન સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર પ્રમુખના પણ યથાવિધિ આરાધનથી જ કલ્યાણ થાય છે. યથાવિધિ
એટલે જિજ્ઞાસા અનુસારે કશી પણ પગલિક કામના વગર નિષ્કામપણે-નિષ્કામવૃત્તિથી સસાધન સેવવામાં આવે તે જ નિ:સ્પૃહતા સાચી પ્રશંસાપાત્ર છે. તુચ્છ પગલિક સુખને માટે જ સેવવામાં આવતાં સસાધનો તો અ૫ ફળ આપીને જ વિરમે છે. તે કંઈ આત્મકલ્યાણ સાધી શકતા નથી. કેવળ પદગલિક સુખની જ આશા ઈચછાવડે અથવા તે લોકરંજનને માટે જ ધર્મકરણી કરવી તે તો બારના બદલામાં ચિંતામણિ રત્ન આપી દેવા જેવું મૂર્ખાઈભરેલું કૃત્ય છે. પરસ્પૃહા રહિત નિપૃહપણે સર્વદેશિત ધર્મનું ઉત્કૃષ્ટ આરાધના કરવાથી અક્ષય અવ્યાબાધ અનંત શાશ્વત સુખ મળે છે, તો બીજાં દેવમનુષાદિક સંબંધી ગિલિક સુખનું તે કહેવું જ શું? તે તે ધાન્યની સાથે જ પાકતા પલાલની જેવા પ્રાસંગિક જ પ્રાપ્ત થાય છે. તેવા પ્રાસંગિક સુખ તે પલાલની જેમ સહજ સાથે મળતા જ રહે છે. તેવા તુચ્છ અસાર પિગલિક સુખ માટે જ પ્રયત્ન કર-ધર્મ સાધન કરવું તે દક્ષમુમુક્ષુજનેને માટે કેવળ અસ્થાને છે. રત્નપરીક્ષક અને રત્નવ્યાપારી ઝવેરીને બીજે હલકે ધંધો કરવાની જરૂર શી? લાભાકાંક્ષી વણિકની પેઠે પરિણામે જેમાં અધિક લાભ જણાય તે જ લાભદાયી વ્યાપાર દક્ષ-મુમુક્ષુજન આદરે છે. મેક્ષ