________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૦૭ ] હોય; નિઃસ્પૃહી મુનિજનને માધુકરી વૃત્તિથી ભિક્ષા માગતાં જે નિર્દોષ-નિજીવ ભજન સહેજે મળી આવે તે નિરામય સંયમનિર્વાહાથે સમભાવથી આરોગી લેવાનું હોય, ભેગી લેકની પેઠે ભાતભાતનાં પકવાન્ન પ્રમુખ આરંભ-સમારંભવડે તૈયાર કરી કરાવી ઉપગમાં લેવામાં ન હોય; નિઃસ્પૃહીને શીત પ્રમુખથી સંયમમાર્ગમાં થતો વ્યાઘાત અટકાવવા અને સ્વસમાધિ ટકાવી રાખવા જરૂરજેગાં જીર્ણ પ્રાય વસ્ત્ર ઉપકરણ કેવળ નિર્વાહ પૂરતાં વાપરવાના હોય, ભેગી લોકોની માફક ભાતભાતનાં મનગમતાં ભભકાદાર વસ્ત્રાદિકને પ્રમાણુ રહિત ભેગ ઉપભોગ કરવાને ન હોય; તેમ જ તેવા નિઃસંગી પુરુષને વિશાળ વન પ્રમુખ નિર્જન સ્થળમાં નિવાસ કરવાનો હોય, પરંતુ ભેગી જનેની પેઠે પિતાના માટે તૈયાર થયેલું ભારે ઠાઠમાઠવાળું મનગમતું મુકામ રહેવાને ન હોય; કેમ કે ભેગી જનેની પેરે સુખશય્યા, ભજન, વસ્ત્ર અને વાસગ્રહાદિકની નિઃસ્પૃહી મહાત્માને જરૂર જ શી ? તેમને તે સ્વસંયમના નિર્વાહ પૂરતી જ જરૂર છે. તે પણ કઈ જીવને લગારે વ્યથા કર્યા વગર, સહેજે, નિર્દોષ, શાસ્ત્રનીતિથી મળી આવે તો જ. કેઈ જીવને વ્યથા થાય તેમ અથવા સંયમમાર્ગની વિરાધી, જરૂરી વસ્તુને પણ નિઃસ્પૃહી મહાત્માઓ ગ્રહણ કરતા નથી, તેઓ તો સ્વદેહ ઉપર પણ મમત્વ ધારતા નથી, કેવળ સંયમ અથે જ દેહનું પાલન કરે છે, તે પછી ભેગી જનની પેરે આરંભ સમારંભજન્ય સુખસામગ્રીને તેઓ ઉપગ કરે જ કેમ? ન જ કરે. મતલબ કે તેમની પાસે બાહ્ય સુખસામગ્રી કશી જણાતી નથી તે પણ તેમનું અંતરંગ સુખ એટલું બધું અથાગ હોય છે કે તેનું માપ સર્વજ્ઞ સર્વદશી સિવાય