________________
[૪૮]
“ શ્રી કપૂરવિજયજી બીજા કરી શકતા નથી. મતલબ કે નિસ્પૃહી મહાત્માનું અંતરંગ સુખ નિઃસ્પૃહી કે સર્વજ્ઞ ભગવાન જ યથાર્થ જાણે છે. સાક્ષાત અનુભવ વગર તે યથાર્થ જાણી શકાય તેવું નથી. તેમજ પરસ્પૃહા માત્રનો ત્યાગ કરી નિઃસ્પૃહતાનું સેવન કર્યા સિવાય તે સાક્ષાત્ અનુભવ થઈ શકવાને પણ નથી. તેથી જ પરસ્પૃહાને પરિહાર કરી નિ:સ્પૃહતા આદરવાની અતિ આવશ્યક્તા સહેજે સિદ્ધ થાય છે. નિઃસ્પૃહતાવડે જ આત્માનું કલ્યાણ સધાય છે. તે વગર તે જીવને ચાર ગતિરૂપ સંસારચક્રમાં આમતેમ અથડાવું જ પડે છે. આમ છતાં દુનિયાભરમાં પ્રાય: સમસ્ત પ્રાણીઓ પરસ્પૃહાનું જ સેવન કરતા જણાય છેનિસ્પૃહતાનું સેવન કરનારા તો કેઈક વિરલા મહાત્માઓ જ દેખાય છે. સહુને સુખ પ્રિય છે અને અમુક અપવાદરૂપ
ગીજનેને તજી આખી આલમ પરસ્પૃહાના જ માર્ગો પળાય છે તે સાચો માર્ગ કયે છે? અને સાચું સુખ શેમાં રહેલું છે? તેને શાસ્ત્રકાર છેવટે સંક્ષેપમાં જ ખુલાસો કરે છે.–૭ - જે કે જીવ માત્રને સુખ પ્રિય છે અને સુખને માટે જ પ્રયત્ન કરે છે તે પણ જ્યાં સુધી અજ્ઞાનવશ જીવ સુખનું ખરૂં સ્વરૂપ જાણતા નથી તેમજ જાણવાને માટે યોગ્ય પ્રયત્ન કરતો નથી ત્યાં સુધી મેહ–અજ્ઞાનવશ સુખની જાતિથી તે દુખના જ માગે વહે છે અને પરિણામે દુઃખને જ પામે છે. જેમને સત્ય-સ્વાભાવિક સુખનું તેમજ તેવું સુખ પ્રાપ્ત કરવા સત્સાધનનું વાસ્તવિક સ્વરૂપ સદ્ગુરુકૃપાથી સમજાયું છે તે અજ્ઞાન જનની પેરે, સુખની બ્રાન્તિથી દુખપ્રાપ્તિ થાય તેવા અવળે માર્ગે પ્રયાણ કરતું નથી. સમસ્ત સુખ પિતાના જ