________________
[ ૪૦૬ ]
શ્રી કષ્પરવિજયજી છે. ઉત્તમ શાસ્ત્રનીતિ મુજબ વર્તતાં આખી દુનિયામાં તેમનો યશવાદ બોલાય તેથી કંઈ તેઓ કુલાઈ જતા નથી, કેમ કે યશવાદને અથે તેમનું પ્રવર્તન જ નથી. નિંદા કે સ્તુતિ ઉભયમાં નિઃસ્પૃહીને સમભાવ હોય છે. માન કે અપમાન ઉભયમાં તેમની પવિત્ર વૃત્તિ ખંડાતી નથી. કેઈ ગમે તેમ કરે તેની તેમને પરવા નથી. તેઓ તો સ્વકર્તવ્યકર્મમાં જ સાવધાન રહે છે. તેઓ ગમે તેવા કુળવાન હોય તે પણ તે કુળ-જાતિ પ્રકાશી પોતાની પ્રખ્યાતિ કરવા માગતા નથી. તેમ કરવાની તેમને કશી જરૂર રહેતી પણ નથી. ચકર માણસો તેમનાં ઉત્તમ આચરણથી તેમનાં કુળ વિગેરે પિછાની લે છે. નિ:સ્પૃહી મહાત્માઓ ઉક્ત સર્વ વંદ્વથી અલગ જ રહે છે અને જે સદા ય તેથી અલગ રહે છે તેમ જ તેવા કુવિક૯પાદિકને પણ મનમાં પેસવા દેતા નથી તેવા નિ:સ્પૃહી મહાત્મા જગત માત્રને પૂજવા-માનવા-સત્કાર-સન્માન કરવા ગ્ય થાય તેમાં કંઈ નવાઈ નથી. તેવા મહાત્મા જ ઉત્તમ પુરુષોની ગણત્રીમાં ગણવા ગ્ય છે અને તેઓ જ ખરેખર ઉત્તમ કુળના અલંકારરૂપ છે. તેમને અમારો ત્રિકાળ નમસ્કાર હો ! તેવા નિઃસ્પૃહી મહાત્મા અમારું સદા ય રક્ષણ કરે ! અને અમને પણ એવી જ ઉત્તમ મતિ જાગૃત થાઓ! એવા મહાપુરુષના અંતરંગસુખની સ્પર્ધા કરે તેવું દુનિયામાં કઈ પણ સુખ જણાતું નથી. ૬
જો કે પરમ નિ:સ્પૃહી મહાત્માની પાસે બાઢા સુખસામગ્રી કશી ન હોય અથવા નજીવી હોય તે પણ તેમનું અંતરંગ સુખ કેઈથી માપી ન શકાય તેવું અગાધ હોય છે. નિઃસ્પૃહી મહાત્માને શયન કરવા ભૂમિતળ હોય, ભેગી પુગલાનંદીની પેઠે પુષ્પાવ્યા અથવા પલંગ પ્રમુખ પ્રકૃષ્ટ સુખસામગ્રી ન