________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૩] ભાવથી દીનતા કરતાં દેખીએ છીએ. જેમ વિષવૃક્ષનાં ઝેરી ફળ ખાવાથી મુખશોષ, મૂછ અને લાચારીરૂપ માઠાં પરિણામ આવે છે તેમ પૃહારૂપી વિષવેલીનાં ઉગ્ર પરિણામવાળાં ત્રણ કટુક ફળ શાસ્ત્રકારે ઉપર વર્ણવ્યા છે. ખરું જોતાં તે પરપૃહાવંત પ્રાણુઓની તેથી અનંતગણુ વિડંબના થાય છે તેમ છતાં અનાદિ મહ–અજ્ઞાનને લીધે પામર પ્રાણુઓ પરસ્પૃહાના પ્રવાહમાં જ તણાય છે. તે પરસ્પૃહારૂપી દુસ્તર નદી તરવા લેશમાત્ર પ્રયત્ન કરતા નથી. ફક્ત જે શ્રેષ્ઠ ચારિત્ર તરંડને દઢ આશ્રય લે છે તે નિર્ચથ મહાત્મા જ તેને તરી જાય છે. પ્રાય: દુનિયાના બધા લેક પરસ્પૃહાના જ પ્રબળ પ્રવાહમાં વહ્યા જાય છે ત્યારે ફક્ત રાજહંસ સમાન સમર્થ સાધુજને જ તેને તરી પાર પામે છે. તેવા નિઃસ્પૃહી સાધુજને જ નિવૃત્તિનું અખંડ સુખ અનુભવે છે. અંધપ્રવૃત્તિના પ્રવાહમાં જ વહન કરનાર પૃહાવંતને તે સ્વપનામાં પણ એવા શમસુખને અનુભવ ક્યાંથી હોય ? ન જ હોય. તેથી જ જ્ઞાની-વિવેકી પુરુષો પૃહાને સ્વાત્મપ્રદેશથી સદંતર દૂર કરે છે અને અન્યને દૂર કરવા ઉપદિશે છે. ૩.
બુદ્ધિશાળી જનોએ પરસ્પૃહાને અવશ્ય પરિહાર કરે જોઈએ. એક તો પરસ્પૃહા (પગલિક વસ્તુની તૃષ્ણા) કરવી એ આત્મધર્મથી પણ વિરુદ્ધ છે, અને બીજું પરસ્પૃહાથી અનેક અપવાદ-દૂષણે પ્રગટે છે. પરસ્પૃહાવડે આત્મધર્મને અનાદર કરી, સહજ સ્વાભાવિક સુખને તિરસ્કાર કરી, કેવળ કપિત ક્ષણિક સુખ માટે પામર પ્રયત્ન કરવામાં આવે છે, તેથી સ્વાત્મધર્મ લગભગ લપાઈ જાય છે અને વિરુદ્ધ સંસ્કાર-વિષયવાસનાદિક દુષ્ટ વિકાર દઢ થાય છે. ચાર ગતિ