________________
[૪૨]
શ્રી કરવિજયજી રહેતી નથી. તે તે સ્વસ્વરૂપ–આનંદમાં નિમગ્ન રહે છે, તેથી આ ભવમાં જ પ્રગટ અનુપમ આત્મિક સુખને અનુભવ કરે છે તે ભવાંતરનું કહેવું જ શું? પરમ નિ:સ્પૃહી પુરુષે તે પવિત્ર રનત્રયીના પ્રભાવે સમસ્ત કર્મબંધનને સર્વથા અંત કરી તે જ ભવમાં શુદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ જાય છે ત્યારે કેટલાય નિ:સ્પૃહી મહાત્માઓ એકાદ ભવના અંતરે સર્વ સંસારબંધનને છેદી પરમપદને પ્રાપ્ત કરે છે. એટલા માટે જ જ્ઞાની પુરુષે પરપ્રહાને સ્વયં છેદે છે અને અન્યને છેદવા ઉપદેશે છે. ૨. - જેમ દીર્ધદશી ડાહ્યા માણસ વિષવૃક્ષને વધવા દેતા નથી, તેને શીધ્ર અંત આણે છે, અન્યથા તે વિષવૃક્ષ વધ્યા છતાં અશુભ પરિણામ લાવે છે તેમ સુનિપુણ તત્વજ્ઞાની મહાપુરુષ, આત્મનિરીક્ષણ કરવામાં ઉજમાળ છતાં, સ્વાત્મપ્રદેશમાં પ્રગટેલી પરપૃહારૂપી વિષવેલીને તીક્ષણ તત્ત્વજ્ઞાનરૂપ દાતરડાવડે શીધ્ર છેદી નાંખે છે, તેને વધવા દેતા નથી–એમ સમજીને કે તે વિષવેલી વધી છતી મહાકષ્ટદાયી કટુક ફળ આપી, આત્માને અન્ન પણ વિવિધ રીતે વિબિત કરી, પરભવમાં પણ બહુ પ્રકારે દુઃખી કરશે. તેનાં કટુક ફળ પૈકી મુખશોષરૂપ પ્રથમ ફળ કહ્યું છે. પૃહાવશવતી જીવન પરને સમજાવી પિતાને કલ્પિત શુદ્ધ સ્વાર્થ સાધવા બહુ કંઠશેષ કરે પડે છે. તેમ છતાં ઈચ્છિત સ્વાર્થ સધાય કે ન પણ સધાય, જે સ્વાર્થ ન સધાય તે પ્રગટ બાહ્ય મૂછજન્ય દુર્દશા થાય છે અને કદાચ સ્વાર્થ સધાય તો પણ તેમાં રાચવામાયૅવાથી તીવ્ર રાગાદિકવડે આત્મગુણે અત્યંત મૂચ્છિત થાય છે, તે રૂપ બીજુ ફળ સમજવું. ત્રીજું ફળ દીનતારૂપ છે. પૃહાવંતને પરની પ્રગટ રીતે દ્રવ્ય