________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૧] ખરી નિ:સ્પૃહતા અત્યંત લાભકારક અને પ્રશંસનીય છે. એવી નિઃસ્પૃહતા કેણુ આદરી શકે છે? કેવળ આત્મારામી નિગ્રંથ મુનિ સિવાય બીજા પુદ્ગલાનંદી કે ભવાભિનંદી જીવેમાં એવી નિ:સ્પૃહતા હોતી નથી. એવા પુદગલાનંદી જીના શા હાલ થાય છે? તેમની વર્તમાન ભવમાં તેમ જ આગામી ભવમાં કેવી દશા થાય છે? તે શાસ્ત્રકાર આગળ અર્ધા કલેકથી જણાવે છે. ૧.
સારી રીતે બે હાથ જોડી, દશે અંગુલી એકઠી કરી પર પૃહાવંત પ્રાણીઓ કેની તેની પાસે પ્રાર્થના કરતા નથી ? પરપગલિક આશાના દાસ થયેલા જી સહુ કોઈ પાસે અતિ દીનતા દાખવતા દેખાય છે. કહ્યું છે કે “જે આશાના દાસ છે તે આખી દુનિયાના દાસ છે ” એટલે પૃહાવંતને જગત માત્રની શીઆળી ભેગવવી પડે છે. એવી દીન-દુઃખી દશા ભોગવતાં સ્પૃહાવંત પોતાની આખી જિંદગી પૂરી કરે છે અને પવિત્ર ધર્મની ઉપેક્ષા કરવાથી અથવા ધર્મવિરુદ્ધ વર્તનથી આગામી ભવમાં પણ પરાધીનતા પ્રમુખ દુઃખદાયી સ્થિતિ ભેગવવી પડે છે. એટલું જ નહિ પરંતુ વડ–બીજ ન્યાયે તેની દુઃખ-પરંપરાને અંત જ આવતું નથી. હવે નિઃસ્પૃહી મહાત્માની સ્થિતિનું વર્ણન કરતાં કહે છે કે અનહદ-અનુપમ જ્ઞાનામૃતનું પાન કરી અખંડ આત્માનંદમાં સદૈવ મસ્ત રહેનાર મહામુનિને પરની કશી પરવા રહેતી નથી. તેને અને દુનિયાને માર્ગ જુદો હોવાથી નિઃસ્પૃહ મહાત્મા દુનિયાના પ્રવાહમાં તણાતા નથી. એટલે ખરેખરા નિસ્પૃહી નિગ્રંથ મુનિજનેને દુનિયાની કે દુનિયાદારીની દરકાર રાખવાની જરૂર