________________
[૪૦૦ ] :
* શ્રી કપૂરવિજયજી સંકલ્પવિકલ્પ પેદા કરનાર પરપદંગલિક પ્રવૃત્તિના ત્યાગપૂર્વક નિવૃત્તિના માર્ગમાં જ પ્રયાણ). ઉક્ત સદ્દગુણેની યથાર્થ પ્રાપ્તિ થવી તે કેવળ પ્રવૃત્તિપરાયણ પામર પ્રાણુઓને અત્યંત દુર્લભ છે. જે જીવેને શુભ નિમિત્તયેગે સદ્દગુરુકૃપાથી સ્વસ્વરૂપનું ભાન થાય છે તે અંધ પ્રવૃત્તિમાં રાચતા નથી. તેનું સાધ્ય સુધરે છે એટલે તે અંધ પ્રવૃત્તિ કરવા ખુશી હેય નહિ પણ જે પ્રવૃત્તિ કરતાં પરિણામે નિવૃત્તિ મળે એવી પ્રવૃત્તિ પસંદ કરે છે, એવી રીતે સાધ્યદષ્ટિ રાખી પ્રવૃત્તિ કરતાં જે જે અંશે નિવૃત્તિ પ્રાપ્ત થતી જાય છે તે તે અંશે આત્મશ્રદ્ધા પણ સુધરતી જાય છે અને શુભ પ્રયત્નમાં પણ વધારો થતાં નિવૃત્તિરૂપ ચારિત્ર માર્ગમાં સહેજે લાભદાયી પ્રયાણ થાય છે. આવી રીતે અનુક્રમે વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિના સુખદાયી માર્ગમાં જઈ ઠરવાનું બને છે. તે સુખ કૃત્રિમ નથી પણ સ્વાભાવિક છે. ક્ષણિક (નાશવંત) નથી પણ સ્થાયી છે. તેવું અકૃત્રિમ, સ્વાભાવિક સ્થાયી સુખ સ્વરૂપસાક્ષાત્કારથી પ્રાપ્ત થાય છે, તેથી જ શાશ્વત સુખના અથીજનો સ્વરૂપપ્રાપ્તિને જ શ્રેષ્ઠ કર્તવ્યરૂપ લેખે છે. તેવી સ્વરૂપ પ્રાપ્તિ થઈ તે પછી પ્રાપ્ત કરવા ગ્ય બીજું શું છે? મતલબ કે સ્વરૂપપ્રાપ્તિ કરી તેણે સર્વ પ્રાપ્ત કર્યું. સ્વરૂપ પ્રાપ્તિવંતને શાશ્વત-મોક્ષસુખ પણ સ્વાધીન છે. મતલબ કે સમગજ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીની પ્રાપ્તિ એ જ શાશ્વત સુખની ખરી કુંચી છે. સ્વરૂપપ્રાપ્તિરૂપ અદભુત ઐશ્વર્ય જે મહાનુભાવ મુનિને પ્રાપ્ત થાય છે તે ખરેખર નિઃસ્પૃહ-સકળ પૃહા રહિત બને છે. એવા નિઃસ્પૃહી મુનિરાજને રાગાદિક દેષને લેપ કેમ લાગે? ન જ લાગે. તે નિલેપ નિર્ચથ સકળ સંસારબંધનને તેડી જોતજોતામાં પરમાત્મપદને પ્રાપ્ત થાય છે. તેથી જ