________________
[૩૯૮]
શ્રી કરવિજયજી અને પ્રબુદ્ધ આત્મા કે જે જગત માત્રને પૂજવા યોગ્ય છે તેવા પૂજ્યપ્રવર મહાત્મા મહાનુભાવ મુનિ નિર્ચથને અમારે ત્રિકરણ શુદ્ધિથી-મન વચન અને કાયાની એકાગ્રતાથી નમસ્કાર હે.
પ્રસ્તુત અષ્ટક સંબંધી વિવરણને ઉપસંહાર કરતાં પ્રસંગેપાત થોડાક અંતરના ઉદ્દગાર સહેજે નીકળે છે તે આત્માથી જને ઝીલી લેશે એવી આશા છે.
તત્વજ્ઞાનના રહસ્યથી ભરપૂર આ જ્ઞાનસાર સૂત્રના કતો શ્રીમાન યશોવિજયજી મહારાજ સરખા મહાજ્ઞાની વિવેકી અને સંપૂર્ણ શ્રદ્ધાળુ મહાત્મા મહાનુભાવ મુનિજનેને જે ઉત્તમ ગુણેના આશ્રયથી ભક્તિભર હૃદયે નમે છે તેવા ઉત્તમ ગુણોને કલ્યાણકારી પરિચય વર્તમાન કાળે વિદ્યમાન અને હવે પછી થનાર સાધુસમુદાયે શામાટે ન રાખવો દિનપ્રતિદિન પિતાના આભામાં સદગુણેને વધારો થતો જાય છે કે ઘટાડો થતો જાય છે તે શા માટે બારીકીથી જોવાની ટેવ ન રાખવી ? એક સામાન્ય વ્યાપારી પણ નાણામેળ વિગેરેથી દરરોજ આવકજાવકની તપાસ રાખે છે તે મેટા ઝવેરીની ગણત્રીમાં ગણાતા મુનિએ પિતાના ગુણદોષની તપસીલ (બારીક તપાસ) કેમ ન રાખે? વર્તમાન કાળે આ વાતની અત્યંત ઉપેક્ષા કરાતી જેવામાં આવે છે તેથી અમારું તેમજ શાસનરસિક સજજનેનું હદય ખિન્ન થાય છે. પરાયાં છિદ્ર જેવા જેવી ક્ષુદ્રતા તજી, ગંભીરતા (મેટું મન ) રાખી શામાટે સદ્દગુણને સંચય કરી તેને ઉત્તમ વારસે શિષ્યવર્ગને ન આપો? જરૂર આપ જોઈએ. ૮.
[ જે. ધ. પ્ર. પુ. ૨૭, પૃ. ૧૯૩ ].